Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે આંધ્રપ્રદેશમાં અધિકારીઓની બદલી કરી છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર આંધ્રપ્રદેશમાં ત્રણ ડીઈઓ અને પાંચ એસપીની બદલી કરાઈ છે. BJP દ્વારા આ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરાયા બાદ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. આ તમામ અધિકારીઓને ચૂંટણી ફરજ પરથી દૂર કરાયા છે અને રાજ્ય સરકાર પાસેથી નવા અધિકારીઓના નામ મંગાયા છે.
ગુંટુર રેન્જના IG સામે પણ કાર્યવાહી
આંધ્રપ્રદેશમાં જે અધિકારીઓને હટાવાયા છે, તેમાં ગુંટુર રેન્જના IG જી.પાલા રાજુનું નામ પણ સામેલ છે. તેમના પર ગુંટુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા દરમિયાન મોટા પાયે અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવાયો હતો, ત્યારબાદ ભાજપ દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.
ભાજપે ચૂંટણી પંચમાં કરી હતી ફરિયાદ
TDP અને તેના સહયોગી ભાજપ જનસેનાએ વડાપ્રધાનની રેલીમાં અરાજકતા ફેલાવવા બદલ DGP, એડિશનલ ડીજીપી (ઇન્ટેલિજન્સ) PSI અંજનેયુલુ, ઇન્સ્પેક્ટર જનરલ (ગુંટુર રેન્જ) જી.પાલા રાજુ અને પલાનાડુના પોલીસ અધિક્ષક રવિશંકર રેડ્ડી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. આ રેલીમાં વડાપ્રધાન મોદીએ પાંચ વખત માઈક ખરાબ થવાનો અને બેકાબૂ ભીડનો સામનો કરવો પડ્યો હતો.