– ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ

– આ બેઠક પર કુલ 16 ફોર્મ ભરાયા હતા, બે ડમી ફોર્મ રદ થયા બાદ છેલ્લા દિવસે કોઈએ ઉમેદવારી પરત ન ખેંચી

ભુજ : કચ્છ- મોરબી લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતીમ દિવસે સ્પષ્ટ થયું હતું.આ બેઠક પર હવે ભાજપ- કોંગ્રેસ, અપક્ષ સહિત જુદા જુદા રાજકીય પક્ષોના કુલ ૧૧ ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. લોકસભાની કચ્છ- મોરબી બેઠક પર કુલ ૧૬ ફોર્મ ભરાયા હતા જે પૈકી ૨ ડમી ફોર્મ રદ થતા ૧૧ ઉમેદવારોએ ભરેલા ૧૪ ફોર્મ માન્ય રહ્યા હતા. જયારે આજરોજ તમામ ફોર્મ માન્ય રહેતા હવે ૧૧ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. 

કચ્છ બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત ૧૧ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ગત શનિવારનાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા દ્વારા જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત ૧૧ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જયારે બે ડમી ફોર્મ રદ થયા હતા. જે બાદ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કચ્છમાં એક પણ ફોર્મ પરત ખેંચાયું ન હતું. આમ, કુલ હવે આ બેઠક પર ૧૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. કચ્છ- મોરબી બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવી દેવાયા છે. હવે, આ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કસરત શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથોસાથ આચારસંહિતાના ચૂસ્ત અમલીકરણ માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. 

ઉમેદવાર                           પક્ષ

વીરજી શામળીયા-      હિન્દવી સ્વરાજય દળ

કવિતાબેન મચ્છોયા-  અપક્ષ

દેવાભાઈ ગોહિલ-     રાષ્ટ્રીય પાવર પાર્ટી

દાફડા રામજીભાઈ –   રાઈટ ટુ રીકોલપાર્ટી

અરવિંદ સાંગેલા-         ગુજરાત સર્વ સમાજ પાર્ટી

બાબુલાલ ચાવડા-     અપક્ષ

બોચીયા ભીમજીભાઈ    સર્વ સમાજ જનતા પાર્ટી

વણઝારા હીરાબેન-    અપક્ષ

ભચારા વિજયભાઈ    બહુજન સમાજ પાર્ટી

વિનોદ ચાવડા-         ભાજપ

લાલણ નીતેશભાઈ-   કોંગ્રેસ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *