દબાણકર્તાઓ દ્વારા રસ્તા રેષા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન
અધિકારીઓ અને સ્થાનિક પંચાયતની રહેમ નજર હોય દબાણકર્તાઓ બેફામ
સ્થાનિક પંચાયત પણ દબાણ સામે નિષ્ક્રિય રહેલ છે
શિનોર તાલુકાના રાજ્ય સરકારના એસ.આર. ટુ સાધલી, કાયાવરોહણ, પોર રસ્તા ઉપર સાધલી મુકામે, રેખા નિયંત્રણના નિયમોનો સદંતર ભંગ કરાયો છે. આ રસ્તેથી રાજ્ય માર્ગ મકાન તંત્રના અધિકારીઓની સતત અવરજવર હોવા છતાં આ તંત્ર નિંદ્રાધીન બનેલ છે. તથા સ્થાનિક પંચાયત પણ દબાણ સામે નિષ્ક્રિય રહેલ છે.
સાધલી મુકામે હાલમાં રાજ્ય સરકારના માર્ગ મકાન તંત્ર દ્વારા જંકશન વિકસાવવાના કામે સતત અધિકારીઓની અવર-જવર રહે છે. સાધલીથી કાયાવરોહણ તરફ્ જતા રસ્તા ઉપર ખાનગી સહકારી સંસ્થા દ્વારા શોપિંગ મોલ ઉભો થઈ રહ્યો છે. તેમાં છેલ્લા ત્રણ દુકાનોના માલિકો દ્વારા શોપિંગના 3 ફૂટ ખુલ્લા છજા ઉપરાંત 12 ફૂટ પહોળાઇ બાય 36 ફૂટનો લાંબો પતરાનો શેડ ઉભો કરેલ છે. જે રાજ્ય માર્ગ મકાન રસ્તાથી માત્ર એક, બે મીટર દૂર છે. આ વિશાળ શેડ રાજ્ય ધોરીમાર્ગની બાબતોમાં રેખા નિયંત્રણના નિયમોની જાળવણ કરવામાં તંત્ર સદંતર નિષ્ફ્ળ બનેલ છે.