રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માત
રોડ પર ઉભેલી ટ્રકોમાં વાહનો અથડાવાની ઘટનાઓથી ચિંતા
બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

રાજપારડીના ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ રોડની સાઇડમાં ઉભેલ હાઇવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું, જચારે બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના બકાનગરમાં રહેતા ઉદેસીંગ છત્રસીંગ રાજ ઉ.વ.58 ગતરોજ તેમની પત્ની મેહમુદાબેન સાથે મોટરસાયકલ પર ભરૂચ તરફ્થી રાજપારડી પરત આવી રહ્યા હતા ત્યારે સાંજના પોણા છ વાગ્યાના અરસામાં રાજપારડી ચાર રસ્તા નજીક આવતા રોડની સાઇડમાં ઉભી રહેલ એક હાઇવા ટ્રકના પાછળના ભાગે મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલક ઉદેસીંગ રાજ અને તેમની પાછળ બેઠેલ તેમના પત્ની મેહમુદાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક ઉદેસીંગ રાજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું,જ્યારે ઇજાગ્રસ્ત મેહમુદાબેનને બન્ને હાથે ફેકચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા,ત્યારબાદ મેહમુદાબેનનું પણ મોત થયું હતું. આ અકસ્માતમાં રાજપારડીના દંપતિનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

ઉલ્લેખનીય છેકે આ સ્થળ નજીક પાછલા પંદર દિવસો દરમિયાન ત્રણ જેટલા અકસ્માતો થયા હતા. થોડા દિવસ અગાઉ એક ફોર વ્હિલ ગાડી પર અન્ય ફોર વ્હિલ ગાડી ચઢી જતા સર્જાયેલ અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહતી. ત્યારબાદ ઝઘડિયા તરફ્થી આવેલ એક ટ્રાવેલર્સ ગાડી એક ટ્રકના પાછળના ભાગે અથડાઇ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *