આદિવાસી સમાજના સૌથી મોટા હોળીના પર્વનો શુભારંભ
ત્રણ તાલુકાના અલગ અલગ ગામોમાં 11 દિવસ સુધી મેળા ભરાશે
આદિવાસી બક્ષીપંચ સમાજની 80% ટકા પ્રજા મંજુરી કામ અર્થે બહાર જતા હોય છે
લીમખેડા મોટા હાથિધરા ના હસ્તેશ્વર મહાદેવ મંદિર ના વિશાળ પટાંગણમાં આમલકી અગીયારસના પવિત્ર દિવસ થી ત્રણ તાલુકાનો સૌથી મોટો મેળાનો શુભારંભ થયો હતો. આ સાથે જ આદીવાસી સમાજ નો સૌથી મોટા હોળીના પર્વ નો શુભારંભ થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા સિંગવડ અને ધાનપુર તાલુકાના આદિવાસી બક્ષીપંચ સમાજ નો મોટો અને પ્રિય હોળીના તહેવાર નો લીમખેડા નગરના હસ્તેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં ઢોલ નગારાના તાલે નાચગાન સાથે મેળાની સાથે હોળી ના તેહવાર નો શુભારંભ થયો હતો આ વિસ્તાર ની આદિવાસી બક્ષીપંચ સમાજની 80% ટકા પ્રજા મંજુરી કામ અર્થે જીલ્લા રાજ્ય કે દેશની બહાર જતા હોય છે પરંતુ હોળી ના પવિત્ર તહેવાર માટે તો પોતાના વતનમાં આવતા જ હોય છે તેવા સમયે હર્ષોલ્લાસ સાથે આદીવાસી બક્ષીપંચ સમાજ ના છોકરા છોકરીઓ વડીલો વિગેરે મોટી સંખ્યામાં મેળાની મજા માણવા ઉમટી પડયા હતા આજથી શરૂ થયેલા હોળીના તહેવારમાં ત્રણ તાલુકામાં કુલ11 દિવસ સુધી અલગ અલગ ગામોમાં મેળા ભરાશે. જેમાં ગોલ ગધેડો ચાડીયો ચુલ જેવા નામો વાળા પ્રખ્યાત મેળા નો આનંદ માણી હોળી ના તેહવાર નું સમાપન કરશે.