કડાણા ડેમમાં હાલ 62.95 ટકા જ પાણીનો સ્ટોરેજ છે
ડેમમાંથી હાલ જમણા કાંઠાની નહેર માં બસો ક્યુસેક પાણી છોડાયું
આજરોજ બપોર બાદ કડાણા ડાબા કાંઠા નહેર માં પાણી છોડવાનું બંધ કરાયું

કડાણા ડેમમાંથી હાલ જમણા કાંઠાની નહેર માં બસો ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જયારે સુજલામ સુફ્લામ્ નેહર માં છેલ્લા કેટલાક દિવસોથી પાણી છોડવામાં આવતું નથી. જયારે કડાણા ડાબા કાંઠા નહેર માં સાંઈઠ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું પરંતુ આજરોજ બપોર બાદ કડાણા ડાબા કાંઠા નહેર માં પાણી છોડવાનું બંધ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળેલ છે.ડેમમાંથી કડાણા જુથ પાણી પુરવઠા યોજના અને દાહોદ માટે ની પાણી પુરવઠા યોજના માટે સાંઈઠ ક્યુસેક પાણી આપવામાં આવી રહેલ છે.

કડાણા ડેમ આધારીત સુજલામ સુફ્લામ્ નેહર માં છેલ્લા કેટલાક દિવસોથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હોઈ સાબરકાંઠા, અરવલલી, પાટણ, ગાધીનગર, મહેસાણા, ખેડા, બનાસકાઠા જીલ્લાના ખેડૂતોને ખેતી માટેના સિંચાઇના પાણીનો જે લાભ મલતો હતો તે હાલ બંધ થયેલ છે.

કડાણા ડાબા કાંઠા નહેર મારફ્તે પાણી છોડવાનું બંધ કરવામાં આવતાં કડાણા, લુણાવાડા અને સંતરામપુર તાલુકાની હજારો એકર જમીન સિંચાઇના પાણીથી વંચિત રહેવા પામી છે. સિંચાઇ વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ હાલ રવિસીઝન પુરી થયેલી હોઈ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવેલ છે. હાલ ખેડુતોના ખેતરોમાં પાક છે અને ખેડુતોને ખેતીનાં પાક માટે પાણીની જરુરીયાત હોવાં છતાં પણ કડાણા ડાબા કાંઠા નહેર માં પાણી છોડવાનું બંધ કરવાનો જે નિણૅય સિંચાઇ વિભાગ દ્વારા લીધો છે તે ખેડૂતો માટે અન્યાય કતૉ હોવાનુ ખેડુતો જણાવી રહેલ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *