મોરવા હડફ તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા
ગોધરા તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા
ઘોઘંબા તાલુકામાં ચાંદીપુરાનો 1 શંકાસ્પદ કેસ નોંધાયો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર નાના બાળકો પર વર્તાઈ રહ્યો છે,તેની વચ્ચે એક મોટા સમાચાર એ સામે આવી રહ્યાં છે કે,પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ નોંધાયો છે જેમાં એક વર્ષીય બાળકનું મોત થયું છે.મોરવા હડફના ધારાસભ્ય નિમીષા સુથારે ખાબડા અને ખાનપુર ગામની લીધી મુલાકાત,તો અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરાઈ રહ્યો છે.

શંકાસ્પદ ચાંદીપુરાના વધુ પાંચ કેસ

મોરવા હડફ તાલુકામાં 2,ગોધરા તાલુકામાં બે અને ઘોઘંબા તાલુકા માંથી એક શંકાસ્પદ ચાંદીપુરાના કેસ મળી આવ્યા છે.પાંચ પૈકી મોરવા હડફના ખાનપુર તાલુકાના એક વર્ષીય માસૂમ બાળકનું વડોદરા સારવાર દરમિયાન મોત થયું છે.અસરગ્રસ્ત વિસ્તારમાં GMERS મેડિકલ કોલેજની ટીમે મુલાકાત લઈ સરવેની કામગીરી હાથધરાઈ છે.જિલ્લા આરોગ્ય વિભાગ ટીમે ત્રણ સ્થળોએથી 100 ઉપરાંત સેન્ડ ફ્લાયના સેમ્પલ એકત્રિત કર્યા છે.

ઉચ્ચ અધિકારીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદી પૂરા વાયરસ ની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમીક્ષા કરી હતી.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો,જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી.

મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ કામગીરી કરો : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તરત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્વિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બહેનો નર્સ બહેનો જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.

આ ચાંદીપુરા વાયરસના શું છે લક્ષણો

1-પ્રથમ દિવસે બાળકને હાઈગ્રેડ તાવ એટલે કે બહુ જ ભારે માત્રામાં તાવ આવે છે.101 થી 103 ડિગ્રી સુધી આ તાવ રહેતો હોય છે.

2-બીજા દિવસે બાળકને ખેચ આવાની શકયતાઓ રહેલી છે.

3-ત્રીજા દિવસે બાળક કોમાંમા જતુ રહે તેવી સ્થિતિનું સર્જન થાય છે તો અમુક બાળકો કોમામાં પણ જતા રહે છે.અને વેન્ટીલેટરનો સહારો લેવો પડે છે અને મોત થવાની પણ સંભાવના રહેલી છે.

4-48 થી 72 કલાકમાં આ વાયરસ એકદમ સિવિયર રીતે અસર કરે છે અને મોતને ભેટે છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર

1-ચાંદીપુરાના કુલ 29 કેસ, જેમાં ગુજરાતના શંકાસ્પદ 26 કેસ નોંધાયા

2-સૌથી વધુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 4-4 કેસ નોંધાયા

3-મોરબીમાં 3, મહેસાણા અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયા

4-પંચમહાલ અને જામનગરમાં 2-2 કેસ નોંધાયા

5-મહીસાગર, ખેડા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો

6-રાજસ્થાન-ઉદયપુરમાં 2 કેસ, MP અને ધારમાં 1 કેસ

7-ચાંદીપુરા વાયરસના કારણે 15ના મોત

આ વાયરસ વિશે વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

હવે આ ચાંદીપુરા વાયરસ વિશે એવું કહેવાય છે કે તે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ વાયરસ એડીસ દ્વારા ફેલાય છે જે મચ્છરમાં હોય છે. નિષ્ણાતો ચાંદીપુરાને આરએનએ વાયરસ માને છે. આ વાયરસની મહત્તમ અસર 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળે છે. જે પણ મૃત્યુ થયા છે, તે આ વયજૂથમાં જોવા મળ્યા છે. મોટી વાત એ છે કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ ચાંદીપુરા વાયરસ સામે કોઈ વાયરલ દવા બનાવી શક્યા નથી.

પહેલા સાબરકાંઠા અને અરવલ્લીમાં આ વાયરસ દેખાયો

ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે, મોટી વાત એ છે કે ચાર બાળકોના મોત પણ થયા છે. જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પણ એક જ વાયરસથી સંક્રમિત બે બાળકોની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં, સ્થિતિ ચિંતાજનક છે અને આ વાયરસ વિશે વધુ વિગતો એકત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *