પાવાગઢ પર્વત વાદળોની ફોજમાં છુપાયોદર્શને આવેલા ભક્તોએ વાતાવરણની મજા માણીપાવાગઢ પર્વતની ચોતરફ વાદળો જોવા મળ્યા
પાવાગઢ ડુંગરનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. જાણે પ્રકૃતિની ગોદમાં મેઘરાજા મહેમાન બન્યા હોય તેવા દર્શ્યો પાવાગઢના ડુંગરના છે. મા મહાકાળીના દર્શને આવેલા ભક્તોએ પણ ખુશનુમા વાતાવરણની મજા માણી હતી. આ નયન રમ્ય નજારોનો વીડિયો સામે આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મેઘરાજાએ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધમરોળ્યા છે. તેવામાં પાવાગઢ ડુંગરનો આહલાદક દર્શ્યોનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ પ્રકૃતિની ગોદમાં આળોટવાનું મન થશે. પાવાગઢ પર્વતની ચોતરફ વાદળો અને માત્ર વાદળો જ દેખાઇ રહ્યા છે. ગરમી અને બફારાના માહોલમાં આહલાદક વાતાવરણ વચ્ચે ઠંડક પ્રસરી હતી. શ્રદ્ધાળુઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.
ક્યા શહેરમાં મેઘરાજા થશે મહેરબાન?
સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે, ગુજરાતનો અડધો ભાગ હજી પણ કોરોધાકોર છે. આ વચ્ચે 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. મહત્વનું છે કે રાજ્યમાં મોન્સૂન સક્રિય છે પરંતુ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થઈ રહી. જેના કારણે વાદળો તો ઘેરાય છે, પરંતુ વરસાદ નથી પડી રહ્યો. વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખેંચાઈ જતા રોજ વાદળો બંધાવા છતા અપેક્ષા મુજબનો વરસાદ નથી આવી રહ્યો અને વાતાવરણમાં ગરમી વધી રહી છે.