– પહેલા દિવસે ૧૫ લાખ, બીજા દિવસે ૧૨ લાખ કમાઈ
– પ્રતીક ગાંધી અને વિદ્યા બાલનની દો ઔર દો પાંચ ઠીક ઠીક ચાલી
મુંબઇ: એકતા કપૂરે બનાવેલી ફિલ્મ ‘લવ ,સેક્સ ઔર ધોખા ટૂ’ બે જ દિવસમાં ટિકિટબારી પર ફસડાઈ પડી છે.
પહેલા દિવસે આ ફિલ્મ માંડ ૧૫ લાખ કમાઈ હતી અને બીજા દિવસે તો કમાણી ઘટીને ૧૨ જ લાખ થઈ ગઈ હતી.
દેશના કેટલાંય થિયેટરોમાં આ ફિલ્મને પૂરી દસ ટકા પણ ઓક્યુપેન્સી પણ નહીં મળી હોવાનું કહેવાય છે. ફિલ્મના દિગ્દર્શક દિબાકર બેનરજીએ ફિલ્મ ફલોપ જવા માટે ડિસ્ટ્રિબ્યૂશન સ્ટ્રેટેજી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેના કહેવા મુજબ આ ફિલ્મને પૂરતી સંખ્યામાં સ્ક્રીન જ મળ્યાં નથી એટલે ફિલ્મ ફલોપ ગઈ હોવાનું લાગે છે. ‘લવ, સેક્સ ઔર ધોખા’ના પહેલા ભાગને નોંધપાત્ર સફળતા મળી હતી. આ ફિલ્મથી રાજ કુમાર રાવે ડેબ્યૂ કર્યુ હતું.
દરમિયાન, ‘લવ, સેક્સ ઔર ધોખા ટૂ’ની સમાંતર જ રીલિઝ થયેલી પ્રતીક ગાંધી અને વિદ્યા બાલનની ફિલ્મ ‘દો ઔર પ્યાર દો’ ઠીક ઠીક ચાલી છે. તેની પહેલા બે દિવસની કમાણી ૧.૪ કરોડ રહી હતી. આ ફિલ્મના અન્ય કલાકારોમાં ઈલિયાના ડી ક્રૂઝ તથા સેનિધિલ રામમૂર્તિનો સમાવેશ થાય છે.
આ ફિલ્મ દ્વારા વિદ્યા બાલન લાંબા સમય બાદ મોટા પડદા પર દેખાઈ છે. પ્રતીક ગાંધીની ‘મડગાંવ એક્સપ્રેસ’ પછી આ વર્ષની આ બીજી ફિલ્મ છે.