– આલિયા માટે ખાસ કોચ તૈનાત કરાયો
– ખુશી કપૂરનો બોયફ્રેન્ડ વૈદાંગ રૈના આ ફિલ્મમાં આલિયાના ભાઈની ભૂમિકામાં
મુંબઇ : આલિયા ભટ્ટ પોતે ‘જિગરા’ ફિલ્મનું નિર્માણ કરી રહી છે અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી રહી છે. ફિલ્મના રોલને ન્યાય આપવા માટે તે હાલ બાસ્કેલ બોલની ઘનિષ્ઠ ટ્રેનિંગ લઈ રહી હોવાનું જાણવા મળે છે.
ફિલ્મની વાર્તા બાસ્કેટ બોલની ગેમ આધારિત હોવાથી દિગ્દર્શક વાસન બાલાએ આલિયાને કહ્યું હતું કે પરફેક્શન માટે તેણે બાસ્કેટ બોલની બાકાયદા ટ્રેનિંગ લેવી જોઈએ. તે પછી આલિયા માટે એક ખાસ કોચ નિયુક્ત કરાયા હતા. આલિયાને આ રમતના નિયમો શિખવાડવામાં આવ્યા હતા. બાદમાં તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરુ થઈ હતી.
આલિયાને બાસ્કેટ બોલના નિપુણ ખેલાડીઓ સાથે રમાડવામાં આવી હતી અને તેને ડ્રબલ તથા ડબલ ડ્રિબલ કઈ રીતે પાસ કરવા, બાસ્કેટમાં બોલ કઈ રીતે નાખવો વગેરે શિખવાડાયું હતું.
આ ફિલ્મમાં ખુશી કપૂરનો બોયફ્રેન્ડ વૈદાંગ રૈના આલિયાના ભાઈની ભૂમિકામાં છે. વૈદાંગ અને ખુશીએ ‘આર્ચીઝ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.