– સફળ ફિલ્મોની સીકવલથી બોલીવૂડમાં સ્ક્રિપ્ટના તોટા પડી રહ્યા હોવાના સંકેત

મુંબઇ : સલમાન ખાનની બજરંગી ભાઇજાન અને અક્ષય કુમારની રાઉડી રાઠોડની સીકવલની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. તેવામાં નિર્માતા કે કે રાધામોહને અપડેટ આપ્યું છે કે, બજરંગી ભાઇજાન અને રાઉડી રાઠોડની સીકવલની પટકથા તૈયાર થઇ ગઇ છે. 

થોડા સમયપહેલા સોશયલ મીડિયાના એક પોર્ટલે એવો પણ દાવો કર્યો હતો કે, સલમાન ખાનની બજરંગી ભાઇજજાનની સીકવલનું નામ પવન પુત્ર હનુમાન હશે તેમજ તેમાં પૂજા હેગડે સલમાન સાથે જોડી જમાવાની છે. 

રાધામોહેને , લેખક વિજયેન્દ્ર પ્રસાદની હાજરીમાં જણાવ્યું હતું કે, વિજયેન્દ્રએ નિર્માતા માટે થોડી સ્ક્રિપ્ટસ લખી છે. જેમાંથી તેમના માટે ે રાઉડી રાઠોડ ટુની સ્ક્રિપ્ટ તૈયાર થઇ  ગઇ છે. જોકે રાધામોહેને  રાઉડી રાઠોડ ટુમાં અક્ષય કુમાર કામ કરશે કે નહીં તે વિશે સ્પષ્ટતા કરી નથી. એક રિપોર્ટ એવો પણ હતો કે અનીસ બઝમી રાઉડી રાઠોડ ટુનું દિગ્દર્શન કરશે અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય રોલ ભજવશે. 

રાધામોહને વધુમાં જણાવ્યું હતું કે, બજરંગી ભાઇજાનની  સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. જેવી તૈયાર થશે તે સલમાન ખાનને જણાવામાં આવશે. હું પોતે સલમાન ખાન માટે આ સ્ક્રિપ્ટ વાંચી આપીશ પછી સલમાન ખાન શું નિર્ણય લેશે તેના પર સઘળો આધાર રહેશે. 

૨૦૨૧માં સલમાન ખાને બજંરગી બાઇજાનની  સીકવલ બનવા પર સમર્થન આપ્યું હતું. અભિનેતાએ એમ પણ કહ્યુ ંહતુ ંકે, સ્ક્રિપ્ટ જેવી તૈયાર થઇજશે કે અમે તરત જ તેના પર કામ શરૂ કરી દેશું. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *