– બંને લાંબા સમય બાદ સાથે દેખાયા
– ૧૧ વર્ષથી રિલેશનશિપ બાદ બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયાની ચર્ચા હતી
મુંબઇ: સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી તથા તાન્યા શ્રોફ વચ્ચે ફરી પેચ અપ થઈ ગયું હોવાનું મનાય છે.
બંને તાજેતરમાં એક પાર્ટીમાં સાથે દેખાયાં હતાં.
અહાન અને તાન્યા ૧૧ વર્ષની રિલેશનશિપ બાદ છૂટાં પડી ચૂક્યાં હોવાની ચર્ચા ગયા નવેમ્બર માસમાં ફેલાઈ હતી. પરંતુ, હવે મુંબઈમાં બંને એક સ્થળે પાર્ટી કરતાં સાથે દેખાયાં હતાં.
જોકે, તેમણે પાપારાઝીઓને સજોડે પોઝ આપ્યો ન હતો.
એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારની દીકરી તાન્યા અને અહાન લાંબી ં રિલેશનશિપ બાદ ગમે ત્યારે પરણી જશે તેમ મનાતું હતું.
ખુદ સુનિલ શેટ્ટીએ પણ તાન્યા તેમના પરિવારમાં કેવી રીતે ભળી ગઈ છે તેની વાત એકથી વધુ વખત કરી હતી. પરંતુ, તે પછી અચાનક જ તેમના બ્રેક અપના સમાચાર આવતાં ચાહકોને આઘાત લાગ્યો હતો.