– વેબ સીરિઝથી કમબેક કરવાનો હતો
– કમબેકના ફાંફા છતાં ઈમરાનની સુફિયાણી વાતો, બંદૂકથી પ્રશ્નો ઉકેલતા હિરોની ભૂમિકા મને પસંદ નથી
મુંબઇ: આમિર ખાનનો ભાણેજ ઈમરાન લાંબા સમયથી કમબેક માટે ફાંફા મારી રહ્યો છે. તેને એક વેબ સીરિઝ મળી હતી પરંતુ તે કંપનીની માલિકી બદલાતાં હવે અભેરાઈ પર ચઢી ગઈ છે.
કમબેક પ્રોજેક્ટ ગુમાવવા છતાં હવે ઈમરાન એવી સુફિયાણી વાતો કરી રહ્યો છે મૂળે પોતાને એવો હિંસા પ્રધાન રોલ કરવો જ ન હતો એટલે જે થયું તે સારું થયું છે.
એક ઓટીટી પ્લેટફોર્મ દ્વારા આ એક્શન વેબ સીરિઝ બનાવવાનું નક્કી થયું હતું. તેમાં ઈમરાનને સ્પાય એજન્ટની ભૂમિકા સોંપાઈ હતી. અબ્બાસ ટાયરવાલાને તેનું દિગ્દર્શન સોંપાયું હતું.
જોકે, તે દરમિયાન જ આ ઓટીટી પ્લેટફોર્મની માલિકી બદલાઈ જતાં આ વેબ સીરિઝ અભેરાઈ પર ચઢી ગઈ હતી.
હવે ઈમરાને એવી વાતો કરવા માંડી છે કે આ પ્રોજેક્ટ બંધ થઈ ગયો તેથી હું ખુશ છું. મારે એવી હિંસા ધરાવતી સીરિઝ કરવી જ ન હતી.
વાયોલન્સને બહુ ગ્લેમરાઈઝ કરવામાં આવે છે તે મને ગમતું નથી. એક માણસ ગન લઈને નીકળી પડે અને તેનાથી બધા પ્રોબ્લમ સોલ્વ થઈ જાય એવો રોલ મારે કરવો જ ન હતો.
દરમિયાન, ઈમરાને આડકરતી રીતે તાજેતરમાં હિટ થયેલી ‘એનિમલ’ ફિલ્મ માટે પણ આ કટાક્ષ કર્યો હોવાનું માનવામાં આવે છે.