Image Source: Twitter

Two Japanese Navy helicopters crash: જાપાની નૌસેનાના બે હેલિકોપ્ટર  રુટિન ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થઈ જવાના કારણે હેલિકોપ્ટરમાં સવાર સાત ક્રુ મેમ્બર લાપતા છે. જ્યારે એકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો છે. સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે.

જાપાનના સંરક્ષણ મંત્રી માઈનોરુ કિહારાએ મીડિયાને કહ્યુ હતુ કે, ‘મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના બે એસએચ-60 હેલિકોપ્ટરોએ ચાર-ચાર ક્રુ મેમ્બર સાથે ઉડાન ભરી હતી અને શનિવારે મોડી રાતે ટોકયોથી 600 કિલોમીટર દૂર આવેલા તોરીશિમા દ્વીપ પાસે તેમનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. આ બંને હેલિકોપ્ટરો ક્રેશ કેવી રીતે થયા તેની ચોક્કસ જાણકારી નથી મળી પરંતુ હવામાં તેઓ એક બીજા સાથે ટકરાયા હોવાની આશંકા છે.’

તેમણે કહ્યુ હતુ કે, ‘રેસ્ક્યુ ટીમોએ હેલિકોપ્ટરનુ ડેટા રેકોર્ડર તથા બીજા અવશેષો પ્રાપ્ત કર્યા છે. આ તમામ અવશેષો એક જ વિસ્તારમાંથી મળી આવ્યા છે. ડેટા રેકોર્ડરના અભ્યાસના આધારે અકસ્માતનુ કારણ જાણવા મળે તેવી શક્યતા છે.’

દરમિયાન લાપતા ક્રુ મેમ્બરોની શોધખોળ માટે આઠ યુધ્ધ જહાજો તેમજ બીજા પાંચ વિમાનો તૈનાત કરવામાં આવે છે. ક્રેશ થયેલા હેલિકોપ્ટર સી હોક તરીકે પણ ઓળખાય છે. જે અલગ અલગ પ્રકારના મિશન હાથ ધરવા માટે સક્ષમ છે. જાપાન પાસે આવા 70 હેલિકોપ્ટરો છે.

તુટી પડેલા હેલિકોપ્ટર પાણીની અંદર હંકારી રહેલી સબમરીનની ભાળ મેળવવાની ટ્રેનિંગ પર હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. હેલિકોપ્ટરોનો સંપર્ક તુટયો તે પહેલા તેમણે એક ઈમરજન્સી સિગ્નલ પણ મોકલ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *