બ્રકલીનનાં નેવી યાર્ડ અને આર્મી ટર્મિનલ વચ્ચે ઊભેલ બોટમાં છરાબાજી થતાં ૩ની હાલત અતિગંભીર બની રહી છે
ન્યૂયોર્ક (બ્રકબીન) : ગઇકાલે રાત્રે (તા. ૨૦મી રાત્રીએ) બ્રકલીન નેવી યાર્ડ અને આર્મી ટર્મિનલ વચ્ચે રહેલી એક બોટમાં છરાબાજી થતાં અનેકને ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તો પૈકી ત્રણની હાલત ગંભીર બની છે.
આ માહિતી આપતાં ન્યૂયોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટ અને ન્યૂયોર્ક ફાયર ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે (ન્યૂયોર્ક સમય પ્રમાણે) સાંજના ૫.૩૦ કલાકે બનેલી આ ઘટનામાં છાબાજે અનેકને ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી મોટાભાગનાને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જેમાં કેટલાકને બહુ થોડી ઇજાઓ થતાં તેમને તત્કાળ સારવાર અપાઈ ગયા પછી તેઓ તો પોતપોતાનાં નિવાસસ્થાને રવાના થયા હતા. પરંતુ ઇજાગ્રસ્તો પૈકી એકને પેટમાં છરી વાગી હતી, બીજાને છાતીમાં ઘા વાગ્યો હતો, જ્યારે ૨૮ વર્ષના એક યુવાનને તે સમયે થયેલી અફડાતફડીમાં એક બોટલ તેની ઉપર ફેંકાતાં તેને માથામાં ઇજા થઇ હતી.
આ ઘટના બની પછી તુર્ત જ ઉપસ્થિત સમુદાયને ઇમર્જન્સી રૂમમાં ચાલ્યા જવા કહ્યું હતું. જેવો ગંભીર ઇજાઓ થઇ હતી તેમાં ઉક્ત ૨૮ વર્ષના યુવાન ઉપરાંત ેક ૩૨ વર્ષ અને એક ૪૦ વર્ષની વ્યક્તિનો સમાવેશ થાય છે.
આ અંગે માહિતી આપતાં ન્યૂયોર્કનાં પોલીસ ડીપાર્ટમેન્ટ ડેઇલી મેઇલને જણાવ્યું હતું કે બધા જ ઇજાગ્રસ્તો પૂરેપૂરા ભાવમાં છે, અને પૂરતા સક્રીય પણ છે. તેઓને બ્રકલીનની લેંગોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ ઘટના ઉપરથી નિરીક્ષકો કરે છે કે દુનિયાના લગભગ કોઈ દેશમાં અમેરિકામાં બનતા ગોળીબાર અને છરાબાજી જેવી ઘટનાઓ બનતી જોવા મળી નથી. તેનું મુખ્ય કારણ અમેરિકામાં પ્રવર્તતી અસામાન્ય આર્થિક અસમાનતા છે. ત્યાં બેકારીનું પ્રમાણ પણ વધતું જાય છે. આ સાથે હતાશા પ્રવર્તતી જાય છે અને તે હતાશા તેમને ઝનૂની પણ બનાવી દે છે. તેથી આવી ઘટનાોની હારમાળા સર્જાતી જાય છે.