KKR vs RCB: આજે (રવિવાર) IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક રનથી હરાવ્યું છે. આજે આઈપીએલની 36મી મેચ કોલકાતા બેંગલોર વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચમાં બેંગલોરને જીત માટે 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 20 ઓવરમાં 222 રન પર સમેટાઈ ગઈ.
કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ પર 222 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે છેલ્લા બોલ પર ત્રણ બનાવવાના હતા, પરંતુ ટીમ એક જ રન બનાવી શકી અને તેને હારનો સામનો કરવો પડ્યો. બેંગલોરના વિલ જેક્સ અને રજત પાટીદાર વચ્ચે થયેલી સેન્ચુરી પાર્ટનરશીપ અને કરણ શર્માના છેલ્લી ઓવરમાં શાનદાર પ્રદર્શન છતા 20 ઓવરમાં ટીમ 221 રન બનાવીને આઉટ થઈ ગઈ.
કોલકાતા માટે શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. તો રસેલ અને રમનદીપ સિંહે અંતમાં જબરદસ્ત ઈનિંગ રમીને બેંગલોરને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલોરની શરૂઆત સારી ન હતી, પરંતુ જેક્સે 32 બોલ પર 55 રન અને રજત પાટીદારે 52 રનની ઈનિંગ રમીને આરસીબીને સાચવી રાખી. જોકે, આંદ્રે રસેલ અને સુનીલ નરેને વચ્ચેની ઓવરોમાં સતત બેંગલોરની વિકેટ ઝડપી અને કેકેઆરની મેચમાં ફરી વાપસી કરાવી.
વિરાટ કોહલીને આઉટ આપવા પર વિવાદ?
વિરાટ કોહલીને ફુલ ટોસ બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વિરાટ કોહલી આઉટ છે કે નોટઆઉટ? જ્યારે બોલ તેની કમરની ઊંચાઈની આસપાસ દેખાતો હતો. ખુદ વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત હતો કે તે કેવી રીતે આઉટ થયો? અમ્પાયરે આઉટ આપતા જ કોહલી ગુસ્સે ભરાયો હતો. તે અમ્પાયર પાસે પહોંચી ગયો અને દલીલ કરવા લાગ્યો હતો. ત્યારબાદ તુરંત તે ડ્રેસિંગ રૂમ તરફ જવા લાગ્યો હતો. અહીં તેમણે ગ્લોવ્સથી ડસ્ટબીનને પાડી દીધું હતું.
If that delivery to Virat Kohli today by Harshit Rana was legal, Pakistan was robbed #RCBvsKKR #ViratKohli #Karthik #KarnSharma pic.twitter.com/KM1GJKdolB
— Sarthak Bansal (@thesarthakkkk) April 21, 2024
આ કારણે વિરાટ કોહલીને અપાયો આઉટ
રિવ્યુ પર થર્ડ અમ્પાયરે જોયું કે વિરાટ કોહલી ક્રિઝની બહાર ઊભો હતો. જ્યારે બોલની ઊંચાઈ 0.92 મીટરની ક્રિઝ સુધી દેખાય છે. આઈપીએલની આ સિઝનમાં ખેલાડીઓના ફોટોશૂટ દરમિયાન તેમની કમરની ઊંચાઈ પણ માર્ક કરવામાં આવી હતી. હવે જ્યારે આ બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈ સાથે જોવામાં આવી હતી, જેમાં કોહલીની કમરની ઊંચાઈ 1.04 મીટર હતી અને બોલની ઊંચાઈ 0.92 મીટર હતી. જે આંકડાઓના આધાર પર વિચાર કર્યા બાદ થર્ડ અમ્પાયરે માન્યું કે બોલની ઊંચાઈ કોહલીની કમરની ઊંચાઈ કરતાં ઓછી છે, તેથી નો બોલ ન આપીને કોહલીને આઉટ આપવામાં આવ્યો હતો.