Image Source: Twitter

MS Dhoni: IPLના 17મી સિઝનમાં ચેન્નાઈ સુર કિંગ્સ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અત્યાર સુધીમાં 7માંથી 5 વખત બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો છે. ધોની જ્યારે પણ બેટ લઈને મેદાનમાં એન્ટ્રી કરે છે ત્યારે તેમના ચાહકોના અવાજથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠે છે. આ સિઝનમાં ધોનીનું ફોર્મ પણ બેટથી ઘણું સારું રહ્યું છે. ધોનીએ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં માત્ર 9 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 રનની અણનમ ઈનિંગ રમતા ટીમના સ્કોરને 170 પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીના ફોર્મને જોઈને પ્રશંસકોની સાથે ઘણા ક્રિકેટ નિષ્ણાતો પણ તેના ટોપ ઓર્ડરમાં બેટિંગ ન કરવાના નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. હવે આ અંગે CSK ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે મોટો ખુલાસો કર્યો છે.

ધોની ઘૂંટણના દુ:ખાવાથી રિકવર કરી રહ્યો છે

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ બાદ CSK ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પ્રેસ કોન્ફરન્સમાં ધોનીના ટોપ ઓર્ડરમાં બેટિંગ ન કરવા અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું કે ધોનીના ઘૂંટણનો દુખાવો હજુ સુધી સંપૂર્ણ રીતે ઠીક નથી થયો અને આવી પરિસ્થિતિમાં તે માત્ર થોડા જ બોલ રમી શકે છે. હું સમજી શકું છું કે દરેક વ્યક્તિ ધોનીને લાંબા સમય સુધી મેદાન પર બેટિંગ કરતો જોવા માગે છે પરંતુ અમે તેને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમતા જોવા માંગીએ છીએ. એટલા માટે તે માત્ર 2 થી 3 ઓવરની જ બેટિંગ કરી રહ્યો છે જે અમારા માટે સૌથી સારી બાબત છે. તે આ ભૂમિકા પણ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે અને બધા તેને રમતો જોવામાં બધાને મજા આવી રહી છે. 

ફ્લેમિંગે પોતાના નિવેદન દરમિયાન ધોનીને લઈને સ્ટેડિયમમાં હાજર ચાહકોની દિવાનગી અંગે પણ કહ્યું કે, જ્યારે તે બેટિંગ કરવા માટેમેદાનમાં એન્ટ્રી કરી છે ત્યારે કેવો જબરદસ્ત માહોલ બને છે. તે ચાહકોનું મનોરંજન કરવામાં પણ કોઈ કસર નથી છોડતો. અમને તેની સિદ્ધિઓ પર સંપૂર્ણ ગર્વ છે. તે ટીમની સાથે તમામ ચાહકોનો દિલની ધડકન છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *