IPL 2024: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો નેટ પ્રેક્ટિસ સેશનનો છે. જેમાં ભારતીય ક્રિકેટના બંને દિગ્ગજ કોઈ વાત પર ખુબ જ ગંભીર ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયોને કેકેઆરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી ઘણા ચર્ચામાં છે. ગત સીઝનમાં એલએસજીની સાથે રહેતા દરમિયાન ગૌતમ અને કોહલી વચ્ચે નવીન ઉલ હકને લઈને બોલાચાલી થઈ હતી. જોકે, આ સીઝનમાં વિવાદોને ભૂલની બંને મળ્યા હતા. કેકેઆર અને આરસીબી વચ્ચે મેચ દરમિયાન બંને દિગ્ગજોએ એક-બીજાને ગળે લગાવીને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધો.
એનિમેટેડ નજરે આવી રહ્યા કોહલી
વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, વિરાટ કોહલી ગૌતમ ગંભીરને કંઈક એક્સપ્લેન કરી રહ્યા છે. તો, ગૌતમ ગંભીર ધ્યાનથી તેમને સાંભળતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન કોહલી ઘણા એનિમેટેડ દેખાઈ રહ્યા છે. જે રીતે તેઓ વાત કી રહ્યા છે, તેનાથી લાગી રહ્યું છે કે, મામલો કંઈક વધુ જ ગંભીર છે. વીડિયો બનાવનાર વ્યક્તિ કોમેન્ટ્રી પણ કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, સામે બે દિગ્ગજ ઉભા છે. એક તરફ કેકેઆરના મેન્ટોર ગૌતમ ગંભીર અને બીજી તરફ છે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી. દિલ્હીના ખેલાડીઓ વચ્ચે કંઈક વાતચીત ચાલી રહી છે. ત્યારબાદ કેમેરા નેટ્સ તરફ ફરે છે, જ્યાં બેટ્સમેન પ્રેક્ટિસ કરી રહ્યા છે.