IPL 2025 : IPL 2024ની સિઝન મેના છેલ્લા સપ્તાહમાં પૂરી થશે ત્યારે ભારતના 6 અને એક વિદેશી ખેલાડીની કારકિર્દી લગભગ ખતમ થઈ જશે. જેમાં એમએસ ધોની, દિનેશ કાર્તિક, શિખર ધવન, ફાફ ડુપ્લેસીસ, પીયૂષ ચાવલા, રિદ્ધિમાન સાહા અને અમિત મિશ્રાના નામ સામેલ છે.

‘માહી માર રહા હૈ…’

આપણે IPLમાં 17 વર્ષથી સતત આ લાઈન સાંભળી રહ્યા છીએ. જો કે, આ કદાચ આવતા વર્ષે સાંભળવા નહીં મળે. કારણ કે જુલાઈમાં 43 વર્ષનો થઈ રહેલા એમએસ ધોની માટે આઈપીએલની આ છેલ્લી સિઝન હશે, જેની જાહેરાત ગયા વર્ષે જ ધોનીએ કરી હતી.

ડીકે ધ ફિનિશર

દિનેશ કાર્તિકની પણ આઈપીએલની છેલ્લી સિઝન છે.તે IPL 2024 પછી IPLમાં જોવા નહીં મળે. જો તેની ભારતીય ટીમમાં પસંદગી નહીં થાય તો તે IPL 2025માં કોમેન્ટ્રી કરતો જોવા મળશે.

ગબ્બર જોવા નહીં મળે

ગબ્બરના નામથી પ્રસિદ્ધ ઓપનર શિખર ધવન માટે પણ આ છેલ્લી સિઝન હોવાની શક્યતા છે. તેની ફિટનેસ, ઉંમર અને પ્રદર્શન સતત બગડી રહ્યું છે. જો આવતા વર્ષે મેગા ઓક્શન થશે તો તેમને ભાગ્યે જ કોઈ ખરીદનાર મળશે. તે ટીમ ઈન્ડિયાની સ્કીમની બહાર છે અને ડોમેસ્ટિક ક્રિકેટ પણ નથી રમી રહ્યો.

ફાફ માટે પણ છેલ્લી સિઝન

ફાફ ડુપ્લેસીસ છેલ્લા ત્રણ વર્ષથી આરસીબીનો કેપ્ટન હતો, પરંતુ આ વર્ષે તેનું પ્રદર્શન ઘટ્યું છે. ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી નથી, જ્યારે તેની ઉંમર થોડા મહિનામાં 40ને પાર કરી જશે. આ જ કારણ છે કે, ખેલાડી મેગા ઓક્શન પહેલા તેમની નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

પિયુષ ચાવલા

પિયુષ ચાવલા માત્ર 35 વર્ષનો છે, પરંતુ તેની ખરાબ ફિટનેસ અને બોલિંગના પ્રદર્શનમાં ઘટાડો થવાને કારણે તે IPL 2024 પછી આ ટૂર્નામેન્ટમાં જોવા નહીં મળે. મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે તેને કેટલીક તકો આપી છે, પરંતુ તેમા તે પોતાને સાબિત કરી શક્યા નહી.

રિદ્ધિમાન સાહા 

અનુભવી વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા પણ આગામી IPL સુધીમાં 40ને પાર કરી ગયો હશે. તેનું પ્રદર્શન ઘટી રહ્યું છે અને ભારતમાં યુવા વિકેટકીપર્સની ફોજ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં આવનારા યુવાનોને તક આપવા માટે તેણે બહાર નીકળવું પડશે. આ કારણે IPL 2024 તેની છેલ્લી સિઝન હશે.

અમિત મિશ્રા

ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને કારણે અમિત મિશ્રાને લખનૌ સુપર જાયન્ટ્સમાં કેટલીક તકો મળી હતી, પરંતુ આઈપીએલ 2024માં તેણે નિરાશ કર્યા છે. આ સિવાય યુવા સ્પિનરો આવી ગયા છે, તેથી હવે અનુભવી અને વયોવૃદ્ધ અમિત મિશ્રાને આગામી સિઝનમાં બહાર બેસવું પડશે. તેણે કોમેન્ટ્રી પણ કરી છે તેથી તેમાં આગળ વધી શકે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *