આજકાલ ભારત અને વિશ્વ સમગ્ર ક્રિકેટના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. ક્રિકેટના મહાકુંભ IPLમાં 2024ની આ સીઝનમાં રોજબરોજ રેકોર્ડ તૂટી રહ્યાં છે અને નવા કીર્તિમાનો સ્થપાઈ રહ્યાં છે. જોકે માત્ર સારા જ નહિ પરંતુ અનેક ખરાબ રેકોર્ડો પણ IPL 2024માં સર્જાયા છે અને અનેક સ્ટાર ખેલાડીઓ પર આ કાળા ધબ્બા પડ્યાં છે. આ જ પ્રકારનો એક રેકોર્ડ છે શૂન્ય પર આઉટ થવું જેને ક્રિકેટની ભાષામાં Duck થવું કહેવાય અને જો પોતાની ઈનિંગના પહેલાં જ બોલે ખેલાડી આઉટ થાય તો તેને ગોલ્ડન ડક કહેવાય છે. આ વર્ષે અનેક સ્ટાર ખેલાડીઓના નામે નાછૂટકે પણ આ શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ ત્રણ ખેલાડીઓના નામે છે. તમને આ ત્રણ નામ જાણીને ચોક્કસથી આશ્રર્ચ થશે કે આ ખેલાડીઓ ડક થયા છે. ખરેખર ? આ પ્લેયર્સના નામ જ ક્રિકેટ જગતના મસમોટા બોલરોમાં ડર ઉભો કરવા માટે પૂરતું છે.
ત્રણેય સ્ટાર ખેલાડીઓ 17-17 વખત 0 પર આઉટ થયા :
ઈન્ડિયન પ્રીમિયમર લીગમાં સૌથી વધુ Duck થનારા આ ત્રણ ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ગ્લેન મેક્સવેલ અને RCBના શ્રેષ્ઠ ફિનિશર વિકેટકીપર દિનેશ કાર્તિક છે. આ ત્રણેય સૌથી વધુ 17 વખત ડક થયા છે.
હવે જો આ ત્રણમાંથી કોઈ પણ ખેલાડી આગામી કોઈપણ મેચમાં શૂન્ય પર આઉટ થશે તો તેઓ અન્ય બે ખેલાડીઓને પાછળ છોડીને આ શરમજનક રેકોર્ડની બાબતમાં ટોચ પર પહોંચી જશે. ચોંકાવનારી વાત એ છે કે IPL 2024માં પણ આ Duckનો સિલસિલો યથાવત રહ્યો છે અને તેમાંથી રોહિત અને કાર્તિક તો આ સીઝન બેટથી આગ વરસાવી રહ્યાં છે.
રોહિત-કાર્તિક આ સિઝનમાં શાનદાર ફોર્મમાં :
રોહિતે આ સીઝનમાં CSK સામે તાજેતરમાં જ સદી ફટકારી હતી. બીજી તરફ કાર્તિક બેસ્ટ ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે પરંતુ મેક્સવેલ પણ તેના ખરાબ ફોર્મના કારણે ટીમની બહાર જઈ શકે છે. આ સિઝનમાં પણ રોહિત એક વખત શૂન્ય પર આઉટ થયો છે.
હિટમેન રોહિતે IPL 17મી સિઝનમાં 7 મેચ રમી છે અને 49.50ની એવરેજથી 297 રન બનાવ્યા છે, જેમાં એક અણનમ 105 રનની ઈનિંગ હતી. બીજી તરફ કાર્તિકે બે ફિફ્ટીની મદદથી 7 મેચમાં 75.33ની એવરેજથી 226 રન બનાવ્યા છે.
2024માં જ મેક્સવેલ ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો :
બીજી તરફ આઈપીએલ 2024ની સીઝન મેક્સવેલ માટે એક ખરાબ સ્વપ્ન સમાન રહી છે. અત્યાર સુધી કુલ 6 મેચ રમી છે અને તેમાં 5.33ની ખૂબ જ ખરાબ એવરેજથી માત્ર 32 રન જ બનાવ્યા છે. 3 વખત તો મેક્સવેલ શૂન્ય પર આઉટ થયો છે.
IPLમાં સૌથી વધુ Duck પર આઉટ થયેલા ખેલાડીઓ :
17 વખત – ગ્લેન મેક્સવેલ, રોહિત શર્મા, દિનેશ કાર્તિક15 વખત – રાશિદ ખાન, પીયૂષ ચાવલા, મનદીપ સિંહ, સુનીલ નરૈન14 વખત – મનીષ પાંડે અને અંબાતી રાયડુ13 વખત – હરભજન સિંહ, પાર્થિવ પટેલ અને અજિંક્ય રહાણે12 વખત – ગૌતમ ગંભીર