બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ પૉઇન્ટ્સ-ટેબલમાં 10મા નંબર પર છે. ચાહકોને મેદાન બહારનું મનોરંજન પૂરું પાડવામાં આ ટીમ કોઈ મોકો નથી છોડતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી ડીકેની પત્ની વિશે કંઈક કહેતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દિનેશ કાર્તિક RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને રજત પાટીદાર સાથે બેસીને સવાલોના જવાબ આપતા જોવા મળે છે. વીડિયોમાં દિનેશ કાર્તિક સવાલ પૂછે છે કે, ‘ક્રિકેટ સિવાય મારો ફેવરિટ સ્પોર્ટ્સપર્સન કોણ છે?’

વિરાટ કોહલી ડીકે તરત જ આ પ્રશ્નનો જવાબ આપે છે અને કહે છે, “તમારી પત્ની.” કોહલીનો આ જવાબ સાંભળીને દિનેશ કાર્તિક કહે છે કે, આ શાનદાર જવાબ છે. આ સાંભળીને કોહલી જોરથી હસવા લાગે છે અને પછી દિનેશ કહે છે, “મારા મનમાં અલગ જ જવાબ હતો.”

દિનેશ કાર્તિકાની પત્ની દીપિકા પલ્લીકલ એક સ્ક્વોશ પ્લેયર છે. દિનેશ કાર્તિક અને દીપિકાએ 2015માં ચેન્નઈમાં લગ્ન કર્યાં હતાં. દીપિકા 2022માં ગ્લાસગૉમાં વર્લ્ડ ડબલ્સ ચૅમ્પિયન બની હતી, 2014ની કૉમનવેલ્થ ગેમ્સમાં ડબલ્સનો ગોલ્ડ મેડલ જીતી હતી. આ સિવાય 2022ની એશિયન ગેમ્સમાં મિક્સ્ડ-ડબલ્સનો સુવર્ણચંદ્રક પણ જીતી હતી.

જુઓ વીડિયો-

આ કારણથી વિરાટ કોહલીએ દિનેશ કાર્તિકના સવાલનો જવાબ આપતાં તેની પત્નીનું નામ જણાવ્યું હતું.

દિનેશ કાર્તિકે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી છેલ્લી મેચમાં 83 રનની શાનદાર ઇનિંગ રમીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત અપાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર્તિકની ઇનિંગ બેંગલુરુને મદદ કરી શકી ન હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *