– ઈજાના નિશાન સાથેની તસવીર શેર કરી
– પ્રિયંકા હાલ ફ્રાન્સમાં શૂટિંગ કરી રહી છે, તસવીરો જોઈ ચાહકો ચિંતામાં
મુંબઇ : પ્રિયંકા ચોપરા હોલીવૂડ ફિલ્મ ‘હેટ ઓફ સ્ટેટ’ના શૂટિંગ વખતે ઈજાગ્રસ્ત થઈ છે. તેણે પોતે ચહેરા પર લોહીના ટશિયા ફૂટયા હોય અને ઉઝરડા પડયા હોય તેવી તસવીરો શેર કરી હતી.
પ્રિયંકાને આ ઈજા કેવી રીતે થઈ તેની કોઈ વિગતો અપાઈ નથી. ચહેરા પર લોહીના છાંટા પણ જોવા મળે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા એક્શન દૃશ્યો કરવાની છે.
આથી કોઈ એક્શન સીનનાં શૂટિંગ વખતે જાતે સ્ટન્ટ કરવા જતાં તે ઘાયલ થઈ હોય તે બનવાજોગ છે.
પ્રિયંકાની આ તસવીર જોઈ તેના ચાહકો ચિંતિત બન્યા છે. કેટલાય લોકોએ તેને ઝડપભેર સ્વસ્થ થઈ જવાની શુભેચ્છા પાઠવી હતી. કેટલાય લોકોએ આ ઈજા કેવી રીતે થઈ તેની વિગતો પણ જાણવા માગી હતી.
પ્રિયંકા હજુ થોડા સમય પહેલાં જ ભારત આવી હતી. અહીં તેણે હોળીની ઉજવણી કરી હતી અને કેટલાંક બ્રાન્ડ પ્રમોશનને લગતી ઈવેન્ટસમાં પણ હાજરી આપી હતી.