– પુત્રએ માંને પૂછ્યું, તું લગ્ન ક્યારે કરીશ
– અરહાનના પોડકાસ્ટમાં માતા સાથેના સંવાદોમાં વલ્ગારિટીથી નેટયૂઝર્સ ભારે નારાજ
મુંબઇ : મલાઈકા અરોરા તથા તેના પુત્ર અરહાને અરહાનના પોડકાસ્ટમાં કરેલો સંવાદ ભારે ચર્ચાસ્પદ બન્યો છે. મલાઈકાએ પુત્રને એવો સવાલ કર્યો હતો કે તે તેનું કૌમાર્યા ક્યારે ગુમાવ્યું હતું. જ્યારે બીજી તરફ અરહાન તેની માતાને તે લગ્ન ક્યારે કરી રહી છે તેવું પૂછતો જોવા મળ્યો છે. જોકે, નેટયૂઝર્સને આ વધારે પડતો બોલ્ડ અંદાજ રુચિકર લાગ્યો નથી. આ પ્રકારના અશ્લીલ અને મર્યાદાહિન સંવાદો સામે નેટ યૂઝર્સ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. માતાના સવાલનો અરહાને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેણે માતાને તેનાં લગ્ન અંગે વળતો પ્રશ્ન કર્યો હતો. અનેક નેટ યૂઝર્સ દ્વારા આ સંવાદો અંગે આઘાત વ્યક્ત કરતાં જણાવાયું હતું કે ભારતીય સંસ્કાર અને મર્યાદા અનુસાર આ સંવાદો ઉચિત નથી. આવી બોલ્ડનેસનો ખોટો દેખાડો માત્ર બોલીવૂડવાળા જ કરી શકે. ભારતની અસલી સંસ્કૃતિમાં આવા સંવાદનો સ્થાન નથી. આ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. જોકે, કેટલાક નેટ યૂઝર્સ આવી ટીકા સાથે સંમત થયા હતા પરંતુ સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજના જમાનામાં સંતાનો ચોક્કસ વયે પહોંચે તે પછી તેમના સેક્સ એજ્યુકેશન બાબતે માતાપિતા જાગૃત રહે તે પણ એટલું જ જરુરી છે. ઉલ્લેખનીય છે કે મલાઈકા બહુ લાંબા સમયથી અર્જૂન કપૂર સાથે ડેટિંગ કરી રહી છે. અર્જૂન અને અરહાનને સારું બને છે. અરહાને આ પોડકાસ્ટ શરુ કર્યું ત્યારે અર્જૂને તેને બિરદાવ્યો પણ હતો.
બીજી તરફ અરહાન અને રવિના ટંડનની દીકરી રાશા વારંવાર સાથે દેખાતાં હોવાથી તેમના વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અફવા છે.