Image Social Media
યમરાજનું એકમાત્ર મંદિર
યમરાજનું એક માત્ર આ ચૌરાસી મંદિર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભરમૌરમાં આવેલું છે. જો કથાઓ પ્રમાણે જોઈએ તો અહીં પ્રાચીન સમયથી એક શિવલિંગ પણ મોજુદ છે. આ સિવાય મંદિરમાં એક રહસ્યમય રુમ પણ આવેલો છે, જે ચિત્રગુપ્તનો હોવાનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચિત્રગુપ્ત દરેક વ્યક્તિના કર્મોનો હિસાબ રાખે છે.
ધરમરાજનો દરબાર
આ મંદિર વિશે કેટલીક માન્યતાઓ રહેલી છે તે પ્રમાણે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે વ્યક્તિની આત્માને ચિત્રગુપ્તની સામે લાવવામાં આવે છે, અને તેના કર્મોનો હિસાબ થાય છે. રહસ્યમય રૂમની સામે એક ઓરડો છે, જેને ધર્મરાજનો દરબાર કહેવામાં આવે છે. અને આ રૂમમાં જ આત્માને લાવવામાં આવે છે, તેના કારણે લોકો અહીં આવતા ડરે છે..
ભાઈ બીજના દિવસે કરવામાં આવે છે વિશેષ પૂજા
ભાઈબીજ તહેવાર નિમિત્તે આ મંદિરમાં ભીડ હોય છે. તેમજ આ મંદિરની એવી માન્યતા રહેલી છે કે, ભાઈ બીજના દિવસે યમરાજ તેની બહેન યમુનાને મળવા આવે છે, એ કારણે તેના ક્રોધથી બચવા માટે યમરાજની વિશેષ પૂજા કરવામાં આવે છે.
કંગના રણૌતે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
મંદિરના દર્શન કર્યા પછી કંગનાએ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર તસવીરો પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતું કે, ” ભરમોરનું સુપ્રસિદ્ધ ચૌરાસી મંદિર (કુલ 84 મંદિર ) જવાની તક મળી, ઈતિહાસ મુજબ આ મંદિર 7મી શતાબ્દીથી પણ વધારે જૂનું છે, પરંતુ લોકોનું કહેવું છે કે આ મંદિર સદીઓથી આવેલું છે. કંગનાએ શિવલિંગનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, અહીં એક પ્રાચીન શિવલિંગના દર્શન થયા, એવું લાગ્યું કે શંભુ મારી સામે સાક્ષાત આવ્યા હોય, પહેલીવાર વિષ્ણુ અવતાર નરસિમ્હાનું મંદિર પણ જોયું, અને પંડિતોએ મને કહ્યું કે, આ સમગ્ર વિશ્વમાં ધર્મરાજાજીનું મંદિર માત્ર અહીં છે.”