– પ્રભાસ સાથે ફિલ્મ કનપ્પામાં જોવા મળશે
– પહેલી તેલુગુ ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવે તેવી ચર્ચા
મુંબઇ : બોલીવૂડમાં લાંબા સમયથી લાગલગાટ ફલોપ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમારે પણ હવે ઝડપી સફળતા માટે સાઉથની વાટ પકડી છે. તે પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘કનપ્પા’માં ભગવાન શિવની ભૂમિકા ભજવવાનો છે.
અક્ષયની ‘બડે મિયાં છોટે મિયાં’ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ છે. છેલ્લાં બે વર્ષમાં તેની મોટાભાગની ફિલ્મો ફલોપ થતાં તે હાંસિયામાં ધકેલાઈ ગયો છે.
ફિલ્મના એક સહકલાકાર વિષ્ણુ મંચૂએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં લખ્યું હતું કે કન્નપ્પા ફિલ્મ સાથે અક્ષય કુમાર જોડાયો હોવાથી કામ કરવાનો આનંદ અને રોમાંચ વધી ગયો છે. અભિનેતાએ તેગુલુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યુ કરી દીધું છે, ે જણાવતાં મને અનહદ આનંદ થાય છે.
મુદેશ કુમાર સિંહના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનું બજેટધરાવે છે. જેમાં પ્રભાસ,મ ોહનલાલ, કૃતિ સેનન સહિતના કલાકારો છે.
ફિલ્મમાં અક્ષયના રોલ વિશે સ્પષ્ટતા થઈ નથી. પરંતુ, તે ભગવાન શિવની ભૂમિકા ભજવવાનો હોવાનું કહેવાય છે.