Image Social Media
Ranveer Singh: ફિલ્મ ‘પદ્માવત’માં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવનાર બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે વિવેચકો અને જનતાને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા હતા. ફિલ્મમાં તેમનો રોલ વિલનનો હતો, પરંતુ દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરના મુખ્ય રોલ કરતાં તેના પાત્રની વધુ ચર્ચા થઈ હતી. જો કે, હવે અભિનેતા પ્રશાંત નારાયણને રણવીરના આ અભિનયને ‘જૂઠું’ ગણાવ્યું અને આ પ્રકારના ‘ડાર્ક પરફોર્મન્સ’ નો દાવો કરનારા એક્ટર્સની મજાક પણ ઉડાવી હતી.
પ્રશાંતે ‘મર્ડર 2’ માં વિલનના અત્યંત ડાર્ક કેરેક્ટરથી લોકપ્રિયતા મેળવી હતી. કેટલીક યાદગાર ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર પ્રશાંતે ‘રંગબાઝ’, ‘અભય’ અને ‘માઈ’ જેવી વેબ સિરીઝમાં પણ દમદાર ભૂમિકા ભજવી છે. તે કેટલાય નેગેટિવ અને ડિસ્ટર્બિંગ પ્રકારના ડાર્ક અભિનય કરતો જોવા મળ્યો છે. તેણે કહ્યું કે, આ પ્રકારના પાત્રો ભજવતી વખતે એક્ટર્સ ‘ડાર્ક ઝોન’ માં જવાની વાત સાવ જુઠ્ઠી છે.
‘પદ્માવત’ માં રણવીરનું ‘ડાર્ક પર્ફોર્મન્સ’ જુઠ્ઠું છે
સિદ્ધાર્થ કન્નન સાથે એક ઈન્ટરવ્યુમાં એક્ટિંગ વિશે વાત કરતાં પ્રશાંતને કહેવામાં આવ્યું હતું કે, રણવીર સિંહે ‘પદ્માવત’ માં પોતાનું પાત્ર ભજવતી વખતે ‘ડાર્ક સ્પેસ’માં જવાની વાત કરી હતી.
રણવીરે સિંહે કહ્યું હતું કે, તેમણે ખિલજીના પાત્ર માટે 21 દિવસ પોતાની જાતને સૌથી અલગ કરી દીધો હતો. અને આ પાત્રની તેના પર એવી અસર થઈ હતી કે, તેને લાગ્યું કે, તેની તૈયારી દરમિયાન તે એક એવા ખાડામાં પડી રહ્યો છે, કે જેમાથી બહાર નીકળવું મુશ્કેલ છે.
તેના પર પ્રતિક્રિયા આપતાં પ્રશાંતે કહ્યું, ‘તે ખોટું બોલી રહ્યો છે. તે એવો કોઈ માઈન્ડ- બ્લોઈંગ એક્ટર નથી. અથવા તે એવો કોઈ માઈન્ડ- બ્લોઈંગ રોલ નથી કે, જ્યાં તમારે આટલું કરવું પડતું હોય. ના ભાઈ ના, તમે તારા સેટ પર આવ, તમારો સારી રીતે મેક-અપ કરવામાં આવશે, બસ તમે દિલથી કામ કરો.
પ્રશાંતે કહ્યું કે, કલાકારો આ બધી વાતો એટલા માટે કરે છે, કારણ કે તેમને તેમની કરોડોની ફીને યોગ્ય ઠેરવવી હોય છે. તેણે કહ્યું કે આ ડાર્ક- સ્પેસમાં જવું અને આ બધુ કરવું એ બકવાસ છે. જે કરોડો રુપિયા મળ્યા છે તેને ક્યાંકને ક્યાંક યોગ્ય ઠેરવવા માટે કરે છે.
પ્રશાંતે ‘સીરિયસ ‘ કલાકારોની મજાક ઉડાવી
વધુ વાતચીતમાં પ્રશાંતે કહ્યું કે, ‘ મને એવા એક્ટર્સ પર હસવું આવે છે, જે પોતાની જાતને ખૂબ જ સીરિયસ બતાવે છે. જે કલાકારો એમ કહે છે કે ‘હું છેલ્લા બે મહિનાથી ખૂબ જ સીરિયસ હતો. આવા કલાકારો પર કટાક્ષ કરતા પ્રશાંતે કહ્યું, ‘અરે કેમ સીરિયસ હતો? શું તે કોઈ હોસ્પિટલમાં હતો ? મેં આજ સુધી કોઈપણ રોલને લઈને આવુ નથી કહ્યું તેમજ મે કેવા કેવા રોલ કર્યા છે.’