– આગલા બે ભાગ કરતાં વધુ ઝાકઝમાળ
– આઈકોનોકિ ગીત અમી જે તો મારને વધારે ભવ્ય રીતે રજૂ કરાય તેવી સંભાવના
મુંબઇ : કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા થ્રી’ને વધારે મનોરંજક અને ઝાકઝમાળભરી બનાવવા માટે તેમાં કેટલાય પ્રયોગો થઈ રહ્યા છે. મેકર્સ વિદ્યા બાલન તથા માધુરી દીક્ષિત બંનેના ડાન્સ મુકાબલા સાથેનું સોંગ પણ પ્લાન કરી રહ્યા છે.
‘ભૂલભૂલૈયા’ના પહેલા ભાગમાં ‘અમી જે તોમાર’ ગીત લોકપ્રિય બન્યુ ંહતું. હવે આ ગીતને જ વધારે ભવ્ય સ્વરુપે અને વધારે ઝાકઝમાળ સાથે રજૂ કરાય તેવી સંભાવના છે.
વિદ્યા અને માધુરી બંને ડાન્સમાં નિપુણતા ધરાવે છે અને સર્જકો તેમના આ ડાન્સ મુકાબલાને ફિલ્મની હાઈલાઈટ તરીકે રજૂ કરી શકે છે. ફિલ્મમાં વિદ્યા બાલન મંજુલિકાના રોલમાં હશે. માધુરી દીક્ષિત પણ કદાચ સુપર નેચરલ રોલ ભજવી રહી હોવાની સંભાવના છે.