Record Breaking Traffic in Mahakubh 2025 : પ્રયાગરાજમાં મૌની અમાસના રોજ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની પ્રયાગરાજ અમૃત સ્નાન માટે પ્રયાણ કરી રહી છે ત્યારે અહીં પ્રયાગરાજથી પ્રવેશતાં પહેલાં વીસ કિલોમીટરથી જ વાહનો થંભી જતાં હોય એમ પ્રયાગરાજના પાર્કિંગ સુધી પહોંચતા મોટા ભાગના યાત્રાળુઓની બસો સાવ ધીમી ગતીએ ચાલી રહી છે. આમ તો અહીં દરેક રાજ્યના યાત્રિકો આવ્યા છે. ગુજરાતથી આવેલા મહંતો અને ટૂર ઓપરેટરોના અંદાજે એકલા ગુજરાતમાંથી જ ત્રીસ લાખથી વધુ યાત્રિકો હાલમાં પ્રયાગરાજના સંગમ સ્થળે ભેગા થયા છે.
મૌની અમાસ પહેલાં અમદાવાદથી પ્રયાગના બસ માર્ગ પર રૅકોર્ડ બ્રેક ટ્રાફિક
અમદાવાદથી 500 જેટલી બસો પ્રયાગરાજમાં અમૃતસ્નાન માટે પહોંચી છે ત્યારે અહીં પ્રગારરાજ પહેલાં વીસ કિલોમીટરનો રસ્તો કાપતાં કાપતાં મોટા ભાગની બસોને ચારથી છ કલાકનો સમય લાગ્યો હતો.