T20 World Cup India Probable Squad: ICCએ ટીમની પસંદગી માટે ડેડલાઈન 1 મે રાખી છે. કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય સિલેક્ટર્સ અજીત અગરકરે પહેલાથી જ ટીમમાં અડધાથી વધુ લોકોની પસંદગી કરી લીધી છે. હવે IPLના પ્રદર્શનના આધારે કેટલાક ખેલાડીઓની એન્ટ્રી થશે. 15 સભ્યોની ટીમ ઉપરાંત ઓછામાં ઓછા 2 અથવા 3 રિઝર્વ ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી શકે છે. અમેરિકામાં કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક રિપ્લેસમેન્ટ મળી જશે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે.
રોહિત અને કોહલી શાનદાર ફોર્મમાં
કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવનું ટીમમાં સ્થાન પાક્કુ છે. રોહિત અને કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે. બંનેએ હાલની IPLની સિઝનમાં સદી ફટકારી છે. સૂર્યકુમારની પણ ઈજા બાદ વાપસી થઈ ગઈ છે અને તેણે મુંબઈ માટે એક વિસ્ફોટક ઈનિંગ રમી છે. ઓપનિંગમાં યશસ્વીનું સ્થાન પાક્કુ માનવામાં આવી રહ્યું છે. તેને શુભમન ગિલની ટક્કર મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે, સિલેક્ટર્સ કોને તક આપે છે. ફિનિશરના રોલ માટે રિંકૂ સિંહની પસંદગી કરવામાં આવી શકે છે. તે છેલ્લા થોડા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.
હાર્દિક પંડ્યા હાલમાં ભારતનો નંબર-1 ઓલરાઉન્ડર
હાર્દિક પંડ્યા હાલમાં ભારતનો નંબર-1 ઓલરાઉન્ડર છે. તેની પણ ઈજા બાદ વાપસી થઈ ગઈ છે અને તે IPLમાં મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હાર્દિક ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા શિવમ દુબે પણ દાવેદારોમાં સામેલ છે. આ બંનેની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે. સ્પિન ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલને નજરઅંદાજ કરવામાં આવી શકે છે. IPL 2024માં તે અત્યાર સુધી કંઈ ખાસ નથી કરી શક્યો. તેમના સ્થાને અનુભવી રવિન્દ્ર જાડેજાની પસંદગી થઈ શકે છે.
સિલેક્ટર્સની સૌથી મોટી મૂંઝવણ વિકેટકીપિંગમાં છે. કારણ કે, વિકેટકીપિંગ માટે એક નહીં પાંચ દાવેદાર છે. ઋષભ પંતની વાપસી થઈ છે અને તે સતત રન બનાવી રહ્યો છે. કેએલ રાહુલ, ઈશાન કિશન, સંજુ સેમસન અને જિતેશ શર્મા પણ લિસ્ટમાં છે. જોકે, IPLના ફોર્મને ધ્યાનમાં રાખી પંત સાથે સેમસનની પસંદગી કરવામાં આવી શકે છે.
ફાસ્ટ બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ સાથે અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન પાક્કુ છે. આ લિસ્ટ સ્થાન મેળવવા માટે યુવા બોલર મયંક યાદવ અને અને મુકેશ કુમાર પણ દાવેદાર છે. સ્પિનરોમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડીને પસંદ કરવામાં આવી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સ્લો પિચ મળવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ મોટી ભૂમિકા ભજવી શકે છે.
જુઓ સંભાવિત નામનું લિસ્ટ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
રિઝર્વ: શુભમન ગિલ, રવિ બિશ્નોઈ, મયંક યાદવ.
આ ખેલાડીઓ પણ દાવેદાર: ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, કેએલ રાહુલ, મુકેશ કુમાર, રિયાન પરાગ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ.