Image Source: Twitter
IPL 2024 LSG vs DC: ઋષભ પંતની કેપ્ટનશી વાળી ટીમ દિલ્હી કેપિટલ્સ માટે IPL 2024ની શરૂઆત સારી નહોતી રહી. ટીમે શરૂઆતની પાંચ મેચમાંથી માત્ર એક જ મેચમાં જીત મેળવી હતી. પરંતુ છઠ્ઠી મેચમાં 22 વર્ષના યુવાન બેટ્સમેને ઋષભ પંતનું ટેન્શન ખતમ કરી દીધુ છે. આ યુવા બેટ્સમને બીજું કોઈ નહીં ફ્રેસર મૈકગર્ક છે. ફ્રેસરે પોતાની પહેલી જ IPL મેચમાં શાનદાર બેટિંગથી લખનઉના હાથમાંથી જીત ઝૂંટવી લીધી હતી. આ દરમિયાન તેમણે કૃણાલ પંડ્યાની ઓવરને ટાર્ગેટ કરતા સિક્સની હેટ્રિક લગાવીને મહેફિલ લૂંટી લીધી હતી.
માત્ર 50 લાખના 22 વર્ષીય ખેલાડીએ લૂંટી મહેફિલ
લખનઉના કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સની શાનદાર બોલિંગ જોવા મળી હતી. જેના કારણે લખનઉની ટીમ માત્ર 167નો જ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. તેની સામે સલામી બેટર પૃથ્વી શો એ 32 રન બનાવીને ટીમને સારી શરૂઆત આપી હતી. પરંતુ જ્યારે લખનઉની ટીમે દિલ્હીને મુશ્કેલીમાં મૂકી ત્યારે ફ્રેસરે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે આવતાની સાથે જ છગ્ગા ફટકારવાનું ચાલું કરી દીધું. ફ્રેસરે માત્ર 35 બોલમાં 5 છગ્ગા ફટકારીને મહેફિલ લૂંટી લીધી હતી. તેણે આ 55 રનની ઈનિંગમાં માત્ર 2 જ ચોગ્ગા ફટકાર્યા હતા.
કૃણાલ પંડ્યાની હાલત બની કફોડી
ફ્રેસરે અનુભવી કૃણાલ પંડ્યાની ઓવરમાં સતત 3 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ કૃણાલ પંડ્યા દબાણમાં આવી ગયો હતો અને તેણે ઓવરમાં બે વાઈડ બોલ નાખ્યા હતા.
IPL ડેબ્યૂમાં ફ્રેસરે 35 બોલ પર 55 રનોની ઈનિંગ રમી
ફ્રેસરને દિલ્હીએ તેની બેસ પ્રાઈઝ 50 લાખમાં દિલ્હી કેપિટલ્સમાં સામેલ કર્યો હતો. 12 એપ્રિલના રોજ લખનઉ સામેની IPLના ડેબ્યૂ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેસર મૈકબર્ગએ પોતાની ઈનિંગથી જણાવી દીધું કે, તે એક મોટા મંચનો ખેલાડી છે. IPL પોતાની ડેબ્યૂમાં ફ્રેસરે 35 બોલ પર 55 રનોની ઈનિંગ રમી જેમાં પાંચ ગગનચુંબી છગ્ગા અને બે ચોગ્ગા શામેલ છે. આ સાથે જ ફ્રેસરે કેપ્ટન પંત સાથે ત્રીજી વિકેટ માટે 77 રનોની પાર્ટનરશિપ કરી જેનાથી દિલ્હીની જીતનો રોડ મેપ તૈયાર થયો.