Image – SunRisers Hyderabad, Twitter
IPL 2024 RCB vs SRH Match : આઈપીએલમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે સૌથી મોટો સ્કોર બનાવી ઈતિહાસ રચ્યો છે. ટ્રેવિસ હેડ (Travis Head)ની તોફાની બેટિંગના કારણે હૈદરાબાદે 20 ઓવરમાં ત્રણ વિકેટે 287 રન નોંધાવ્યા છે. આ અગાઉ બેંગલુરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં આરરસીબીની કેપ્ટન ફાક ડુ પ્લેસિસે (Faf du Plessis) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
હૈદરાબાદે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, નોંધાવ્યો ઐતિહાસિક સ્કોર
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 287 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો, જે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. અગાઉ આ જ સિઝનમાં હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો રેકોર્ડ સ્કોર નોંધાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.
ટ્રેવિસ હેડે માત્ર 39 બોલમાં સદી ફટકારી
આજની મેચમાં ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 9 ફોર અને 8 સિક્સ સાથે 102 રન કર્યા હતા. ટ્રેવિસ આજે આઈપીએલના ઈતિહાસની ઝડપી સદી ફટકારવાથી ચુકી ગયો હતો. આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ (30 બોલ)ના નામે છે. મેચમાં હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા (Abhishek Sharma)એ 22 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 34 રન, હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) 31 બોલમાં 2 ફોર અને સાત સિક્સ સાથે 67 રન, એડમ માર્કરામે (Aiden Markram) 17 બોલમાં બે સિક્સ અને બે ફોર સાથે અણનમ 32 રન જ્યારે અબ્દુલ સામેદે 10 બોલમાં 4 ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 37 રન નોંધાવ્યા હતા.
હૈદરાબાદ-બેંગલુરુની પ્લેઈંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, સૌરભ ચૌહાણ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, વિજયકુમાર વૈશાક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલ.
સનરાઈઝર્સ હૈદરાબાદ : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી.નટરાજન.