– હાઈકોર્ટે કહ્યું : ‘સરકારે, કાનૂન-વ્યવસ્થા અંગે સજાગ રહેવું જોઈએ, લોકોનાં જાન-માલની સુરક્ષા કરવી જોઈએ
ઢાકા : બાંગ્લાદેશની સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સરકારે સલામતિ અને શાંતિ અંગેના તમામ યોગ્ય પગલાં લઈ લીધાં છે. તે પછી હાઈકોર્ટને ‘સ્વયમેવ’ (સુઓ મોટો) કાર્યવાહી કરી, ‘ઈસ્કોન’ની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવા માટે, કરાયેલી યાચિકા અસ્વીકાર્ય ગણી હતી, અને ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ ફરાહ મહેબૂબ અને ન્યાયમૂર્તિ દેબાશિષ રૉય- ચૌધરીની બનેલી બેન્ચે સુપ્રીમ કોર્ટના વકીલ, મોહમ્મદ મુનીર ઉદ્દીનની તે પ્રતિબંધ અંગેની દલીલ અસ્વીકાર્ય ગણી હતી. જો કે, ‘મોહમ્મદ મુનીર ઉદ્દીતે તેઓ સમક્ષ ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિશ્ન કોત્સ્યસને (ઈસ્કોન) સંબંધે કેટલાક ન્યૂઝ પેપર – રીપોર્ટસ રજૂ કરી સરકારને, તેની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા આદેશ આપવા જણાવ્યું હતું.