– એક સાથે 100 મિસાઇલ અને 90 ડ્રોન ત્રાટક્યા
– યુક્રેન એરફોર્સનો 76 મિસાઇલ અને 62થી વધુ ડ્રોનને ખતમ કરવાનો દાવો: અઠવાડિયામાં બીજો જંગી હુમલો
– યુક્રેનનો રશિયા પર શિયાળાને શસ્ત્ર બનાવવાનો આરોપ ચાલુ વર્ષે રશિયાના વીજ ઇન્ફ્રા. પર 11 મોટા હુમલા
કીવ : રશિયાએ ગુરુવારે યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર 200 મિસાઇલ અને ડ્રોન સાથે હુમલો કર્યો હતો. યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાના લીધે તેના 10 લાખ ઘરો વીજવિહોણા થઈ ગયા છે.