Image Source: Twitter
Jasprit Bumrah No.1 ICC Test Bowler: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પર્થ ટેસ્ટમાં 295 રનોની જીત બાદ તાજેતરના ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને મોટો ફાયદો થયો છે. બુધવારે જારી કરવામાં આવેલા રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરીથી નંબર 1 બોલર બની ગયો છે. બીજી તરફ યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને પણ આ રેન્કિંગમાં ફાયદો થયો છે. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શનના કારણે ભારતના સ્ટાર બોલર બુમરાહે બીજી વખત કરિયરની શ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે.