IPL Cricketers Education: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. આ મેગા ઓક્શનમાં 577 ખેલાડીઓમાંથી માત્ર 182 ખેલાડીઓ વેચાયા હતા જેમાંથી 62 વિદેશી છે. 10 ટીમોએ કુલ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ વખતે IPLની હરાજીમાં રિષભ પંત (27 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ) સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. આ સિવાય બિહારના વૈભવ સૂર્યવંશી સૌથી નાની ઉંમરે (13 વર્ષ) આઈપીએલ ટીમનો ભાગ બની ચર્ચામાં આવ્યો છે.