પીઆઈ બી.કે.ખાચારની ધરપકડ ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા કરવામાં આવી
ખાચર દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ના મંજૂર કરાતા હલવાયા પોલીસ ઈન્સપેકટર

અમદાવાદ પોલીસમાં સૌથી ચર્ચિત ડોકટર મહિલાનાં સ્યુસાઇડ કેસ મામલે સસ્પેન્ડ પીઆઈ બી કે ખાચરની ધરપકડ હવેલી પોલીસ દ્વારા કરવામાં આવી છે.મહત્વનું છે કે આ કેસમાં ખાચર દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી તપાસ અધિકારી વાણી દૂધાત જ્યારે પણ હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલતી હોય એ સમયે ખાચરને પૂછપરછ માટે બોલાવતા હતા.આ તરફ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજીના મંજૂર કરાઇ અને બીજી તરફ પોલીસ સ્ટેશન હાજર પીઆઇ બી કે ખાચરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ખાચર પ્રેમ સંબધને તોડવા માંગતા હતા

મહત્વનું છે કે સમગ્ર મામલે પીઆઇ ખાચર દ્વારા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.જ્યાં સુધી સુનાવણી પૂર્ણ નાં થાય ત્યાં સુધી ખાચર ને તપાસમાં સહયોગ માટે જણાવવામાં આવ્યું હતું જેથી તેને લગતી તમામ તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી અને સાંયોગિક પુરાવા પણ એકત્ર કરી લેવામાં આવ્યા હતા.પોલીસ નું કહેવું છે કે જે બનાવ બન્યો હતો તેમાં તપાસમાં એ જાણવા મળ્યું છે કે મૃતક મહિલા અને ખાચર વચ્ચે પ્રેમ સબંધ હતો પ્રેમ સંબંધમાં મૃતકને સબંધ રાખવા હતા જ્યારે ખાચર તેને તરછોડી રહ્યા હતા,એ મામલે તકરાર થઈ હતી અને બાદમાં મહિલાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

ખાચર થયા જેલ ભેગા

પોલીસ દ્વારા આ કેસમાં મૃતકનો મોબાઈલ કબ્જે કર્યો હતો જેને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ પુરાવા એકત્ર થશે.તો આ તરફ ખાચરનાં મોબાઈલની પણ તપાસ કરવામાં આવી હતી જેમાંથી પણ પોલીસ ને પૂરતા પુરાવા મળી આવ્યા છે આજે ખાચરને કોર્ટ માં રજૂ કરતા ખાચર ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

સુસાઈડનોટના આધારે નોંધાયો ગુનો

મૃતક 32 વર્ષીય મહિલા ડોક્ટર મૂળ મહીસાગરના હતા. જે અમદાવાદના સેટેલાઈટમાં PGમાં રહીને નવાવાડજ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેમને 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે જઈને બાંકડા ઉપર બેસીને જાતે જ પગે ઇન્જેક્શન આપીને આપઘાત કરી લીધો હતો. તેમ જ સુસાઇડ નોટ મૂકી હતી. જેમાં બી. કે. ખાચરનું નામ હતું.

7 માર્ચ 2024ના રોજ બની ઘટના

અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં વૈશાલી જોષી નામની મહિલા તબીબે ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઇકોનોમિક્સ ઓફેન્સ વીંગના પી.આઇ બી કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથેસાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી પણ મળી આવી હતી.જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના સંબધનો ઉલ્લેખ કર્યો હતો. જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના, પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *