– જેલરનો પહેલો ભાગ હિટ ગયા બાદ સિક્વલ

– ફિલ્મની સ્ટોરીને રજનીકાંતે લીલીઝંડી આપી પ્રિ પ્રોડક્શન આગામી મહિનાઓમાં શરૂ થશે

મુંબઇ: રજનીકાંતની ‘જેલર’ તમિલ ફિલ્મોના ઈતિહાસની સૌથી સફળ ફિલ્મોમાંની એક બની હતી. ત્યારથી જ આ ફિલ્મની સિકવલની અટકળો ચાલતી હતી. હવે એ નક્કી થયું છે કે ફિલ્મનો બીજો ભાગ ખરેખર બની રહ્યો છે અને તેના માટે ‘હુકુમ’ ટાઈટલ નક્કી કરવામાં આવ્યું છે. 

‘જેલર’ ફિલ્મ બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતાને વરી તે પછી તેનો બીજો ભાગ તેના કરતાં પણ વધારે હાયર સ્કેલ પર બનાવવાનું નક્કી થયું હતું. જોકે, તે માટ ેઅનુકૂળ સ્ક્રિપ્ટની શોધ ચાલતી હતી. ફિલ્મ સર્જક  નેલ્સને આખરે ફિલ્મ માટે એક અનુૂકૂળ સ્ક્રિપ્ટ તૈયાર કરાવી હતી અને હવે રજનીકાંતે આ સ્ક્રિપ્ટ માટે અનુમતિ પણ આપી દીધી છે. તે સાથે જ ફિલ્મના શૂટિંગની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગે આગામી જૂનથી ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ કરી દેવામાં આવશે. રજનીકાંત હાલ લોકેશ કનગરાજની ફિલ્મ ‘થલાઈવર ૧૭૧’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે પછી તે ‘હૂકુમ’નું શૂટિંગ હાથ ધરે તેવી સંભાવના છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *