Image: Facebook Munawar Faruqui
બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકીના ફેન્સ તેને જોતા જ ઉત્સુક થઇ જાય છે અને સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગે છે. મુનવ્વરની ફેન ફોલોઈંગમાં લોકઅપ બાદ જબરદસ્ત વધારો થયો છે. કોમેડિયન દરરોજ કોઈને કોઈ કારણસર ચર્ચાનો વિષય બનતો રહે છે. હાલમાં જ મુનવ્વર ઈફ્તાર પાર્ટી માટે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર પહોંચ્યો હતો, સ્ટેન્ડઅપ કોમેડિયનને જોતાની સાથે જ લોકોના ટોળાએ તેને ઘેરી લીધો. જ્યાં અચાનક ભીડે તેના પર ઈંડા ફેંકવાનું શરૂ કરી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભીડના આ પગલાથી મુનવ્વર ફારૂકી પણ ખૂબ ગુસ્સે થયા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે મુનવ્વર મિનારા મસ્જિદ પાસે એક મીઠાઈની દુકાનમાં ગયા હતા, જ્યાં તેને જોઈને ચાહકો બેકાબૂ થઈ ગયા હતા. અચાનક રેસ્ટોરન્ટના માલિક અને કેટલાક લોકોએ મુનાવર ફારુકી પર ઈંડા ફેંક્યા, જેના કારણે ત્યાં હાજર કેટલાક લોકોએ અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.
અહેવાલો અનુસાર, રેસ્ટોરન્ટના માલિક અને કેટલાક લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ છે કે માલિકે મુનાવર ફારુકી પર ઇંડા ફેંકીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઇને પોલીસે કેસ નોંધ્યો છે અને ઈંડા ફેંકવાના આરોપી હોટલ માલિક અને તેના સ્ટાફને નોટિસ પાઠવવામાં આવી છે.
શા માટે થયો વિવાદ?
રેસ્ટોરન્ટના માલિકે મુનવ્વરને મિનારા મસ્જિદ વિસ્તારમાં સ્થિત તેની રેસ્ટોરન્ટમાં ઈફ્તાર માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ મુનવ્વર તેની રેસ્ટોરન્ટ છોડીને બીજી દુકાને ગયો હતો. આ જોઈને રેસ્ટોરન્ટનો માલિક અને ત્યાંનો સ્ટાફ ગુસ્સે થઈ ગયો હતો અને સ્ટેન્ડઅપ કોમેડિયન પર ઈંડા ફેંકવા લાગ્યા હતા.