– બાન્દ્રામાં ૪૦૦૦ ચોરસ ફૂટનું ઘર લીધું
– પૂજા હેગડે હાલ વિનોદ મહેરાના પુત્ર રોહન મહેરા સાથે રિલેશનશિપના કારણે ચર્ચામાં
મુંબઇ: બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય એકટ્રેસ પૂજા હેગડે મુંબઈમાં તેના ૪૫ કરોડનાં નવાં ઘરમાં શિફ્ટ થઈ ગઈ હોવાનું કહેવાય છે. પૂજા હેગડેએ તાજેતરમાં બાન્દ્રામાં ૪૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું આ ઘર ખરીદ્યું હતું. આ ઘર સીફેસિંગ છે. તેની નજીકમાં જ બીજા ટોચના સ્ટાર્સનાં ઘર આવેલાં છે.
પૂજા બોલીવૂડની બહુ સકસેસફૂલ સ્ટાર ગણાતી નથી. જોકે, તેણે સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પૂજા તાજેતરમાં સ્વ. વિનોદ મહેરાના પુત્ર રોહન સાથે દેખાઈ હતી. તે પરથી બંને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની અટકળો પ્રસરી હતી. જોકે, પૂજા અથવા તો રોહને આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ અગાઉ પૂજા મુંબઈના એક ક્રિકેટર સાથે રિલેશનશિપમાં હોવાનું પણ ચર્ચાયું હતું. પૂજાની આગામી ફિલ્મ શાહિદ કપૂર સાથેની ‘દેવા’ છે. આ ઉપરાંત તેની ‘સનકી’ નામની નવી ફિલ્મ પણ આવવાની છે.