– શ્વેતા તિવારીની પુત્રી અને સૈફના પુત્રના સંબંધો લાંબા સમયથી ચર્ચાનો વિષય
મુંબઇ : સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પોતાના ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે ત્યારે અવારનવાર પોતાની કથિત ગર્લફ્રેન્ડ પલક તિવારી સાથે તેના સંબંધોને કારણે ચર્ચાનો વિષય બનતો રહ્યો છે. તાજેતરમાં બંને જણા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બંને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. એક તરફ ઇબ્રાહિમ તેની માતા અમૃતા સિંહ અને બહેન સારા અલી ખાન સાથે ગોવામાં વેકેશન મનાવીને પાછો આવી રહ્યો હતો, ત્યારે એ જ સમયે, પલક પણ એરપોર્ટ પર નજરે પડી હતી. પણ હવે સોશિયલ મીડિયા પર એવી અફવા વહેતી થઈ છે કે પલક તિવારી ઈબ્રાહિમ અલી ખાનના પરિવાર સાથે જ ગોવા વેકેશન માણવા ગઈ હતી.
બોલીવૂડમાં પોતાની ક્યુટનેસ અને અંદાજથી લોકોને ઘેલા કરનાર એક્ટ્રેસ પલક તિવારી કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતી હોય છે. ક્યારેક પોતાના ગ્લેમેરસ ફોટો શૂટ માટે હેડલાઈન્સ બનાવતી હોય છે તો ક્યારેક પોતાના કથિત બોયફ્રેન્ડ ઈબ્રાહિમ અલી ખાન સાથે ક્વોલિટી સમય વિતાવતી દેખાતી હોય છે.પલક તિવારી બ્લેક ટોપમાં સ્ટાઈલીશ દેખાતી હતી જ્યારે ઈબ્રાહિમ પણ સફેદ શર્ટ, જીન્સ અને ગોગલ્સમાં કેઝ્યુઅલ લૂકમાં હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પલક તિવારી અને ઈબ્રાહિમ અનેકવાર સાથે નજરે પડયા હતા. ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં તો ક્યારે થિયેટરમાં બંને સાથે દેખાયા હતા. એકવાર તો પલકે પોતાનો ચહેરો છુપાડી દીધો હતો ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી. અહેવાલ મુજબ બંને ડેટિંગ કરી રહ્યા છે અને તેમની રિલેશનશીપ બાબતે ગંભીર છે.