Image : IANS
Salman Khan Galaxy Firing News: બોલિવૂડ દબંગ અભિનેતા સલમાન ખાન અનેકવાર ચર્ચામાં રહે છે. તેને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી ચૂકી છે. આ સૌની વચ્ચે આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આજુબાજુમાં બે અજાણ્યા હુમલાખોરોએ તેના એપાર્ટમેન્ટ ગેલેક્સીની બહાર હવાઈ ફાયરિંગની ઘટનાને અંજામ આપી ખળભળાટ મચાવી દીધો હતો.
મુંબઈ પોલીસ દોડતી થઈ
ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી સલમાન ખાનના ઘરે દોડી આવી હતી અને તેમના નિવાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. હાલ તો આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલ થયાની માહિતી સામે આવી નથી. પરંતુ માહિતી અનુસાર ફાયરિંગ કર્યા બાદ બાઈક પર આવેલા બંને શૂટર ફરાર થઇ ગયા હતા.