– સાઉથ, બોલીવૂડના નિર્માતાઓને આંચકોે
– તાજેતરમાં રીલિઝ થયેલી ફેમિલી સ્ટાર ફિલ્મ બહુ ચાલી ન હોવા છતાં પણ ફી વધારી દીધી
મુંબઇ: મૃણાલ ઠાકુરે તેની ફિલ્મ દીઠ ફી ત્રણ કરોડથી વધારીને પાંચ કરોડ કરી દેતાં સાઉથ તથા બોલીવૂડના નિર્માતાઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે.
મૃણાલની ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ફિલમ ટિકિટબારી પર બહુ સારો દેખાવ કરી શકી નથી. આમ છતાં પણ તેણે તેની પાસે નવા પ્રોજેક્ટની દરખાસ્ત લઈન ેજતા નિર્માતાઓને પાંચ કરોડની ફી જણાવી છે.
મૃણાલ ઠાકુર ‘સીતા રામમ’ ફિલ્મથી સમગ્ર ભારતમાં જાણીતી બની છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગ બહુ વખણાઈ હતી. તે પછી સાઉથમાં તેની ‘હાય નન્ના ‘ ફિલ્મ પણ હિટ થઈ હતી.
એક ટીવી એકટ્રેસમાંથી ફિલ્મ અભિનેત્રી બનેલી મૃણાલ ઠાકુરની કારકિર્દીની પ્રગતિ નોંધપાત્ર રહી છે પરંતુ હાલ અચાનક જ ફી વધારેો કરી દેવાનું તેનું પગલું આશ્ચર્યજનક હોવાનું બોલીવૂડના ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મૃણાલ ઠાકુર બહુ ઉમદા અભિનેત્રી છે અને તે ધીમે ધીમે પોતાનો અલાયદો ચાહક વર્ગ પણ સર્જી રહી છે. પરંતુ, હજુ પણ તેના એકલાના નામ પર કોઈ ફિલ્મ ચાલી જાય તેવો સમય આવ્યો નથી. આ તબક્કે મૃણાલે ફી વધારીને ઉતાવળ કરી છે.