જામનગર – રાજકોટ હાઇ-વે પર ધ્રોલ નજીક

રોકડકારમોબાઇલ સહિત ૧૫.૨૨ લાખની મત્તા કબજેઃ મુખ્ય બુકી અને પન્ટરો સહિત ૬નાં નામ ખુલ્યા

જામનગર : જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ કારમાં કેટલાક ક્રિકેટના
સટ્ટાખોરો દ્વારા આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો
હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ધ્રોલ નજીક વોચ ગોઠવી એક કારમાં ક્રિકેટનો
સટ્ટો રમાડી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી લઈ રોકડ  મોબાઈલ સહિત ૧૫.૨૨ લાખની માલમત્તા કબજે કરી છે
, જ્યારે ક્રિકેટની
આઈડી આપનાર મુખ્ય બુકી તથા પન્ટર સહિત અન્ય છને ફરારી જાહેર કરાયા છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની
ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ક્રિકેટના સટ્ટાખોરોએ નવતર પ્રકારે
ક્રિકેટનો જુગાર રમાડવાનું ચાલુ કર્યું છે
,
અને જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ચાલુ કારમાં મોબાઇલની આઇડી મારફતે ક્રિકેટનો
સટ્ટો રમાડી રહ્યા છે
, તેવી
બાતમીના આધારે ધ્રોલ હાઇ-વે રોડ પર એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી.

આ દરમિયાન એક ફોર્ચ્યુન કાર ત્યાંથી પસાર થતાં સોયલ ટોલ
નાકા નજીકના વિસ્તારમાંથી એલસીબીની ટુકડીએ તે કારને આંતરી લીધી હતી
, અને તેની તલાસી
લીધી હતી. તલાસી દરમિયાન કારની અંદર જામનગર અને મીઠાપુર – સૂરજકરાડીના ત્રણ શખ્સો
પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈ.પી.એલ. ની રાજસ્થાન રોયલ અને પંજાબ કિંગ્સ
ઇલેવનની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા મળી આવ્યા હતા.

આથી પોલીસે કારમાં બેઠેલા જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં
રહેતા પ્રવીણ રામજીભાઈ મકવાણા
,
સુરજકરાડી- મીઠાપુરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હાર્દિક અશોકભાઈ પોપટ, અને સૂરજકરાડીના
પ્રવીણ રાજપાળભા માણેક સહિત ૩ શખ્સોની અટકાયત કરી લીધી હતી
, અને તેઓ પાસેથી
મોબાઈલ ફોન- કાર તેમજ રૃપિયા ૭
,૨૦૦ની
રોકડ રકમ સહિત ૧૫
,૨૨,૨૦૦ માલમતા કબજે
કરી લીધી છે.

 પોલીસની વધુ પૂછપરછ
દરમિયાન તેણે રાજકોટના વિર ઉર્ફે વિરુ ઝાલા પાસે ક્રિકેટની આઈડી મેળવી હોવાથી
રાજકોટના વીરુ ઝાલા ને ફરારી જાહેર કરાયો છે. ઉપરાંત ત્રણેય શખ્સો  દ્વારકા
,
રાજકોટ અને અમદાવાદના કેટલાક પન્ટરો સાથે ક્રિકેટનો સટ્ટો રમતા હોવાથી
મીઠાપુરના જીલ
, રાજકોટના
જય
, મીઠાપુરના
પ્રતિપાલ
, ઉપરાત
મીઠાપુરના સાકિર શેખ અને અમદાવાદના શિવલો વગેરે સહિત ફૂલ ૬ને ફરારી જાહેર કરાયા
છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *