હે

Assam Resident Get Citizenship On CAA: બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ થઈ રહેલી હિંસા વચ્ચે આસામના સિલચરના 50 વર્ષીય દુલોન દાસ અસમમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની મદદથી ભારતીય નાગરિકતા મેળવનાર પ્રથમ બાંગ્લાદેશી બન્યા છે. ભારતના ગૃહ મંત્રાલયે દુલોન દાસને મંગળવારે નાગરિકતા મળી હોવાની સૂચના આપી હતી. સર્ટિફિકેટ લેવા તે ગુવાહાટીમાં પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ પર જવા આદેશ કર્યો હતો.

દુલોસ દાસના વકીલો અનુસાર, તેમને CAAની મદદથી 1 એપ્રિલ, 2024ના રોજ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. બાંગ્લાદેશના સિલહટ જિલ્લામાં 1974માં જન્મેલા દુલોન અને તેમનો પરિવાર દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલાં હુમલાથી કંટાળી 1988માં અસમમાં શરણું લીધુ હતું. 1986માં દાસના પિતાએ બાંગ્લાદેશના સિલહટ જિલ્લાના એક ગામમાં 8000 ટકા (બાંગ્લાદેશી કરન્સી) ખર્ચ કરી જમીન ખરીદી હતી. પરંતુ ત્યારબાદ અનેક હુમલાઓ થતાં દેશ છોડી ભારત આવ્યા હતા. CAA હેઠળ  લગભગ 300થી વધુ લોકોને નાગિરકતા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ 5 વર્ષમાં સરકારી બેન્કોએ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી, રાજ્યસભામાં કેન્દ્ર સરકારની કબૂલાત

1971 બાદ ભારતમાં રહેતાં બાંગ્લાદેશીઓને CAA

દુલોન દાસ 1996થી અસમમાં ભારતમાં મતદાન કરી રહ્યો છે, અને તેના પરિવારજનો પાસે આધાર કાર્ડ, બેન્ક ખાતા અને અન્ય તમામ દસ્તાવેજ છે. વકીલોએ કહ્યું કે, તેણે એનઆરસી માટે અરજી કરી નથી. પરંતુ 1971 બાદ અસમમાં આવ્યા હોવાથી દાસને CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી હતી.

આઠ લોકોએ CAA હેઠળ અરજી કરી

અસમમાં અત્યારસુધી કુલ આઠ લોકોએ CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી છે. જેમાંથી બે જણે પોતાની અરજી પરત લઈ લીધી છે. મંગળવારે વકીલ ધર્મેન્દ્ર દેબએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે, બે અરજી પરત થયા બાદ CAA હેઠળ છ અરજી પર ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરી રહ્યા છે. અન્ય ચાર લોકોને ટૂંક સમયમાં નાગરિકતા મળવાનો આશાવાદ છે.

અરજીનું પ્રમાણ હાલ શુષ્ક

કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ CAA નિયમ લાગુ કર્યા હતા. જો કે, હજી સુધી આ સેગમેન્ટમાં ઘણી ઓછી અરજીઓ આવી છે. ભાજપે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા CAAની મદદથી સ્થાનિક અરજદારોને નાગરિકતા આપવાની શરૂ કર્યા બાદ અરજદારોની સંખ્યામાં વૃદ્ધિ થશે.


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *