– શ્રદ્ધા રાહુલના બ્રેક અપને વધુ એક સમર્થન
– જોકે શ્રદ્ધા કપૂર અને રાહુલ ખુદ હજુ આ બ્રેક અપની અફવાઓ વિશે મૌન
મુંબઇ : શ્રદ્ધા કપૂરની કઝિન જનાઈ ભોસલેએ પણ રાહુલ મોદીને અનફોલો કરી દેતાં શ્રદ્ધા અને રાહુલનું બ્રેક અપ થઈ ગયાની અફવાને વધુ સમર્થન મળ્યું છે. શ્રદ્ધાએ થોડા સમય પહેલાં રાહુલ, તેની માતા તથા તેના ડોગીને પણ સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હતા. ત્યારથી રાહુલ અને શ્રદ્ધાના બ્રેક અપની વાત પ્રસરી છે.
જનાઈ ભોંસલે શ્રદ્ધાની કઝિન છે અને તે વિખ્યાત ગાયિકા આશા ભોંસલેની પૌત્રી છે. જનાઈનું પણ સોશિયલ મીડિયા પર બહુ મોટું ફેન ફોલોઇંગ છે. આથી તેણે રાહુલને અનફોલો કર્યો છે તે વાત પર તરત જ લોકોનું ધ્યાન ગયું હતું.
જોકે, આ અફવાઓ વિશે શ્રદ્ધા અને રાહુલ બંને મૌન છે. કેટલાક લોકો આ સમગ્ર ઘટનાક્રમને શ્રદ્ધાની ફિલ્મ ‘સ્ત્રી ટૂ’ના પ્રમોશનનું એક ગતકડું પણ માની રહ્યા છે.