Jaya Bachchan On Aishwarya Rai: બોલીવૂડ એકટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમના પારિવારિક સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને આ કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ આવ્યા ત્યારે બંનેના ડિવોર્સની વાતને લઇને વધુ વેગ મળ્યો.
અભિનેત્રી રાધિકા અને અનંત અંબાણીના લગ્નમાં માત્ર તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે આવી હતી.જ્યારે અભિષેક તેના માતા-પિતા અને બહેન સાથે અલગથી આવ્યો હતો.
આ દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઐશ્વર્યા રાયને કહી રહી છે કે તે મારી દીકરી નથી પણ તેની વહુ છે. આ કહેવા પાછળનું કારણ શું?
વાસ્તવમાં જયાનો એક જૂનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈન્ટરવ્યુ આપી રહેલી જયાએ પોતાના બાળકો અને પરિવાર વિશે ઘણા ખુલાસા કર્યા છે.
પુત્રવધૂ ઐશ્વર્યા રાય વિશે જયા બચ્ચને શું કહ્યું?
વાયરલ થઈ રહેલા જયા બચ્ચનના જૂના વીડિયોમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “દીકરી અને વહુમાં ફરક હોય છે. દીકરીઓ ઘણીવાર તેમના માતા-પિતાને હળવાશથી લે છે પરંતુ તેમના સાસરિયાઓ સાથે તેમની સ્થિતિ અલગ હોય છે. એક સાસુ તરીકે હું માનુ છુ કે, મારે ઐશ્વર્યા રાય સાથે કડક બનવાની જરૂર નથી કારણ કે, તે મારી દીકરી નથી પણ તેની વહુ છે. ઐશ્વર્યાની માતાને તેની સાથે કડક બનવાનો અધિકાર છે. આજે હું ભાદુરી કરતાં બચ્ચન જેવી વધુ અનુભવું છું.”
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન 2007માં થયા હતા. આ દંપતીને એક પુત્રી આરાધ્યા છે. તે બંને તેમના સંબંધોને ખૂબ જ ખાનગી રાખે છે અને જન્મદિવસ અથવા વર્ષગાંઠ પર એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. અભિષેકે એકવાર કોફી વિથ કરણમાં ઐશ્વર્યા અને જયા વચ્ચેના સંબંધો વિશે ખુલાસો કરતા કહ્યું હતુ કે, લગ્ન પછી જ્યારે કોઈ મહિલા તેના પતિના ઘરે આવે છે ત્યારે તે અલગ અને એકલતા અનુભવે છે. આવા સમયે એ ગેપ ભરવામાં સાસુનો ખાસ રોલ હોય છે.
જ્યારે આજ શો માં જયા બચ્ચને પણ કહ્યું હતુ કે, જ્યારે શ્વેતા બચ્ચનના લગ્ન થયા ત્યારે અમિતાભ બચ્ચને પોતાના જીવનમાં ખાલીપો અનુભવતા હતા. તે દીકરીના પ્રેમ માટે ઝંખતા હતા, તે અભાવ ઐશ્વર્યા જ્યારે લગ્ન કરીને ઘરે આવી ત્યારે પૂરો થયો. અમિતાભ હંમેશા ઐશ્વર્યાને પોતાની વહુ નહીં પણ દીકરી માને છે.
આ પણ વાંચો: સ્ત્રી ટૂ ફિલ્મના પોસ્ટરમાં અમેરિકી સીરિઝની બેઠી નકલ