– ભારતીય રાજઘરાનાઓ આધારિત સીરિઝ હશે
– સીરિઝમાં ચંકી પાંડે, નોરા ફતેહી, ડિનો મોરિયો, સાક્ષી તન્વર સહિતના કલાકારો
મુંબઇ : ભૂમિ પેડણેકર અને ઇશાન ખટ્ટર ‘ધી રોયલ્સ નામની સીરીઝમાં સાથે જોવા મળવાના છે. આ શોમાં પીઢ અભિનેત્રી ઝીન્નત અમાન વિશેષ રોલમાં જોવા મળશે.
આ સીરિઝ એક રોમકોમ હશે. તેમાં ભારતીય રાજઘરાનાના બેકગ્રાઉન્ડમાં સર્જાતી રોમેન્ટિક કોમેડી દર્શાવાશે. સીરિઝના અન્ય કલાકારોમાં સાક્ષી તન્વર, ઝીન્નત અમાન, નોરા ફતેહી, મિલિંદ સોમણ, ડિનો મોરિયા અને ચંકી પાડે સામેલ છે.
ભૂમિ અગાઉ શોર્ટ સ્ટોરીઝ આધારીત વેબ શોમાં દેખાઈ ચૂકી છે. જોકે, કોઈ સંપૂર્ણ કક્ષાની વેબ સીરિઝમાં કામ કરતી હોય તેવું આ પહેલી વખત બની રહ્યું છે.