Hardik Pandya Dating: નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાને લઈને અલગ-અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. અનંત અંબાણીના લગ્નમાં જ્યારે તેણે અનન્યા પાંડે સાથે ડાન્સ કર્યો ત્યારે બન્નેના સંબંધને લઈને અફવાઓ ઊડી હતી. હવે હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર સાથે જોડવામાં આવી રહ્યું છે. અફવાઓ છે કે હાર્દિક બ્રિટિશ સિંગર જસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ હાર્દિકે તેના ગ્રીસ વેકેશનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વિમિંગ પૂલની સામે જોવા મળે છે. હાર્દિકના આ વેકેશન વીડિયોના કારણે તેની અને બ્રિટિશ સિંગર વચ્ચે ડેટિંગની અફવાઓ ઊડી હતી.

બન્નેના અફેરની અફવા કેમ ઊડી?

આ અફેરની અફવા એટલા માટે ઊડી રહી છે કારણ કે હાર્દિકનો વીડિયો સામે આવ્યો તેના બે દિવસ પહેલાં જસ્મિને ગ્રીસમાં તેના વેકેશનની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં જસ્મિન એ જ પૂલ પાસે ઊભેલી જોવા મળે છે જ્યાં હાર્દિક હતો. આ બન્નેની પોસ્ટના સરખા બેકગ્રાઉન્ડને કારણે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર તેમના અફેરના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. 

આ ઉપરાંત જસ્મિને પણ હાર્દિકની પોસ્ટ લાઇક કરી હતી. જો કે હાર્દિકે જસ્મિનની ગ્રીસ વેકેશનની પોસ્ટ લાઇક નથી કરી પરંતુ તેની પહેલાં ઘણી પોસ્ટ લાઇક કરી હતી. 

આ પણ વાંચો: સ્ત્રી ટૂ ફિલ્મના પોસ્ટરમાં અમેરિકી સીરિઝની બેઠી નકલ

તેમજ તાજેતરમાં જ નતાશાએ ચીટિંગ અને ઇમોશનલ અબ્યુઝ અને ટોક્સિક રિલેશનશિપ અંગેની પોસ્ટ લાઇક કરતાં લોકોએ સોશિયલ મીડિયા પર અફવાઓ અને ધારણાઓ બાંધીને શેર કરવાનું શરુ કરી દીધું હતું. એવામાં હવે હાર્દિક અને જસ્મિનના વેકેશનના ફોટો સામે આવતા તેમના અફેરની ચર્ચાઓને વેગ મળ્યો છે.

આ પણ વાંચો: કોણે ચીટ કર્યું? હાર્દિક સાથે છૂટા પડ્યા બાદ નતાશાએ ચીટિંગને લગતી પોસ્ટ લાઇક કરતાં અટકળો શરુ

2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં લોકડાઉનમાં બન્નેના લગ્ન થયા હતા. બન્નેએ હિન્દુ ધર્મ વિધિ અને વેસ્ટર્ન એમ બન્ને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 2020માં જ 30 જુલાઈના રોજ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું હતું. નતાશા તાજેતરમાં જ અગસ્ત્ય સાથે વતન સર્બિયા પહોંચી ગઈ હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *