– છ વર્ષ પહેલાં તૃપ્તિને કોઈ ઓળખતું ન હતું
– ૨૦૧૮માં લૈલા મજનૂએ ત્રણ કરોડની માંડ કમાણી કરી હતી
મુંબઈ: તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીની ‘લૈલા મજનૂ’ના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. આ ફિલ્મ ૨૦૧૮માં પહેલીવાર રીલિઝ થઈ ત્યારે જેટલુ ંકમાઈ હતી તેના કરતાં અત્યારે છ વર્ષે બીજી વાર રીલિઝ થઈ તેમાં વધુ કમાઈ ગઈ છે.
ઈમ્તિયાઝ અલીએ બનાવેલી આ ફિલ્મ ૨૦૧૮માં રીલિઝ થઈ ત્યારે તૃપ્તિને કોઈ ઓળખતું ન હતું. પરંતુ આટલાં વર્ષો દરમિયાન ઓટીટી પર ‘બુલબુલ’ અને ‘કલા’ સહિતની બહુ જ પ્રશંસા પામેલી ફિલ્મો ઉપરાંત ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મના કારણે તૃપ્તિનો ચાહકવર્ગ અનેક ગણો વધી ગયો છે. બીજી તરફ અવિનાશ તિવારી પણ ઓટીટીની સંખ્યાબંધ સીરિઝમાં ટોચના કલાકાર તરીકે ઉભરી આવ્યો છે.
આ બંને કલાકારોએ અર્જિત કરેલી ખ્યાતિનો લાભ આટલાં વર્ષે ‘લૈલા મજનૂ’ને મળ્યો છે.
આ ફિલ્મ ફરીવાર કાશ્મીરમાં રીલિઝ કરવામાં આવી હતી. ત્યાં તે બહુ જ હિટ થઈ થઈ હતી એટલે નિર્માતાોે ફરી કેટલાંક શહેરોમાં ફિલ્મ રીિ રીલિઝ કરી છે. તેને પહેલા દિવસે ૭૫ લાખની કમાણી થઈ હતી અને બીજા દિવસે જ તે સીધી વધીને એક કરોડથી વધી ગઈ હતી.
બોલીવૂડમાં ૭૦-૮૦ના દાયકા સુધી જૂની જૂની હિટ ફિલ્મો વર્ષો પછી ફરી રી રીલિઝ થાય તેવી પ્રથા હતી. જોકે, વીડિયો કેસેટનો જમાનો શરુ થયા બાદ રી રીલિઝની સિસ્ટમ જ બંધ થઈ ગઈ હતી. હાલ કેટલીક ક્લાસિક ફિલ્મો ચુનંદા થિયેટર્સમાં રીલિઝ થાય છે.