Aamir Khan Film : થોડા દિવસો પહેલા આમિર ખાન અને તેની પૂર્વ પત્ની કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી, ત્યારે હવે આમિર અને કિરણે સુપ્રીમ કોર્ટમાં તેમની ફિલ્મ બતાવી હોવાથી ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યાં છે. આ દરમિયાન આમિરે કહ્યું કે, ‘મેં મારા જીવનના 25 વર્ષ આ રીત વિતાવ્યા, મને કામનો ખૂબ જ શોખ હતો.’
હું જાણું છું કે તમે ફિઝિકલી અહીં છો, પરંતુ માનસિક રીતે તમે અહીં હાજર નથી
સુપ્રીમ કોર્ટમાં દર્શકોને ધ્યાનમાં રાખીને આમિરે કહ્યું હતું કે, ‘કિરણને તો આનો અનુભવ પણ છે.’ કિરણ મને કહ્યાં કરતી હતી કે, ‘હું જાણું છું કે તમે ફિઝિકલી અહીં છો, પરંતુ માનસિક રીતે તમે અહીં હાજર નથી.’ આ વખતે કિરણે મને કહ્યું હતું કે, ‘તમે તમારી મા ને મળી શકતાં નથી, જે તમારાથી માત્ર બે માળ ઉપર જ રહે છે, તો તમને કોણે રોક્યાં છે?’
‘ના મા સાથે સંબંધ રહ્યો, ના બાળકો સાથે…’
આમિરે કહ્યું કે, ‘પાછલા ત્રણ વર્ષોમાં મે મારી જિંદગીમાં સંતુલન લાવવાની કોશિશ કરી છે.’ આટલું જ નહીં પરંતું એક ઈન્ટરવ્યૂમાં રણવીર કપૂરે પણ એન્ટરપ્રિન્યોર નિખિલ કામથને કહ્યું હતું કે, ‘હું મિસ્ટર આમિર ખાનને ઓળખું છું. હું બે વર્ષ પહેલા તેમને મળ્યો હતો ત્યારે તેમની આંખો ભીની જોવા મળી હતી.’ કામથને શું થયું હોવાનું પૂછતાં આમિરે જણાવ્યું હતું કે, ‘મે મારા જીવનના 30 વર્ષ વિતાવ્યાં છે અને મારા સંબંધો માત્ર મારા દર્શકો સાથે છે, મારા પોતાના પૂત્ર સાથે કે મારી મા સાથે કોઈ સંબંધો ન રહ્યાં અને જ્યારે કિરણ મારી પત્નિ હતી ત્યારે તેની સાથે પણ…’
‘મે ફિલ્મ છોડી દીધી હોત…’
એક મીડિયા કાર્યક્રમમાં આમિરે કહ્યું હતું કે, ‘લગભગ અઢી વર્ષ પહેલા મને અહેસાસ થયો હતો કે, હું પોતાના જૂનૂનમાં એટલો ખોવાય જતા મારા પરિવારને સમય આપ્યો ન હતો. આ પછી હું હતાશ રહેતો હતો, આમ જો મારા બાળકો ન હોત તો મે ફિલ્મ છોડી દીધી હોત.’ તમને જણાવી દઇએ કે આમિર અને કિરણે ભલેને છૂટાછેડા લીધા હોય પરંતુ આજે પણ બંને સારા મિત્ર રહેવાની સાથે એકબીજાને મદદરૂપ થાય છે.